કંગના આજે વધુ કૉન્ફિડન્ટ બની ગઈ છે : રાજકુમાર રાવ

19 July, 2019 10:59 AM IST  |  મુંબઈ

કંગના આજે વધુ કૉન્ફિડન્ટ બની ગઈ છે : રાજકુમાર રાવ

રાજકુમાર રાવ અને કંગના રનોટ

રાજકુમાર રાવનું કહેવું છે કે કંગના રનોટ આજે પહેલાં કરતાં વધુ કોન્ફિડન્ટ બની ગઈ છે. તેમની ‘જજમેન્ટલ હૈ’ કયા આવી રહી છે અને આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન ઘણી કન્ટ્રોવર્સી પણ થઈ છે. ‘ક્વીન’ બાદ તેઓ ફરી ‘જજમેન્ટલ હૈ ક્યા’માં કામ કરી રહ્યાં છે. રાજકુમાર હાલમાં જ દિલ્હી તેમની ફિલ્મના પ્રમોશન માટે ગયો હતો. આ પ્રમોશન દરમ્યાન તેણે કન્ટ્રોવર્સીને લગતા સવાલો આપવાનું ટાળ્યું હતું. કંગના સાથે પાંચ વર્ષ બાદ કામ કરવા વિશે પૂછતાં રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘કંગના સાથે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અમે ‘ક્વીન’ના સેટ પર ફરી પાછા આવી ગયા હોય એવું લાગી રહ્યું હતું. કામની વાત હોય ત્યારે તે ખૂબ જ સિનસિયર છે. તે તેના કામને લઈને ખૂબ જ પૅશનેટ છે. હું પણ મારા કામને લઈને પૅશનેટ છું, આથી અમે બન્ને અમારા દૃશ્યને લઈને સતત ચર્ચા કરતાં હતાં. જે પણ લોકોએ આ ફિલ્મ અને ગીતો જોયા છે તેમને અમારી કેમેસ્ટ્રી ખૂબ જ ગમી છે. મારા માટે ઍક્ટિંગ એટલે કે મારા કો-ઍક્ટરની રિઍક્ટિંગ કરવી. તે ઍક્ટર તરીકે ખૂબ જ અદ્ભુત છે. તેની સાથે કામ કરવાની મજા આવે છે. કંગના આજે પહેલાં કરતાં વધુ કોન્ફિડન્ટ છે. તેને ખબર છે કે તેણે તેના પાત્ર તરીકે શું કરવાનું છે.’

ભવિષ્યમાં ઑન્ટ્રપ્રનર બનશે રાજકુમાર રાવ

રાજકુમાર રાવને બહુ જલદી લોકો ઑન્ટ્રપ્રનર તરીકે પણ જોઈ શકશે. રાજકુમાર સારી ઍક્ટિંગ કરવાની સાથે બહુ જલદી પ્રોડ્યુસર પણ બનશે એવી પણ તેણે હિન્ટ આપી હતી. તેણે હાલમાં જ દિલ્હીમાં યોજાયેલી ઑન્ટ્રપ્રનર ૨૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ વિશે વધુ જણાવતાં રાજકુમારે કહ્યું હતું કે ‘ઑન્ટ્રપ્રનર શબ્દ જ ખૂબ જ અદ્ભુત છે. હું પણ બહુ જલદી ઑન્ટ્રપ્રનર તરીકે શરૂઆત કરીશ. જીવનમાં રિસ્ક વગર કોઈ મજા નથી. હું ઑફબિટ ફિલ્મો સાંથે સંકળાવવાનું પણ વિચારી રહ્યો છું.’

આ પણ જુઓ : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

બૉલીવુડમાં શરૂઆતના દિવસોથી મને જજ કરવામાં આવી રહી છે : કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે બૉલીવુડમાં તેને પહેલેથી જ જજ કરવામાં આવી રહી છે. કંગના અનુસાર ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ તેના વિશે કેટલીક ક્રૅઝી સ્ટોરીઝ કહેવામાં આવી રહી છે. આ વિશે વધુ જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને પહેલેથી જ જજ કરવામાં આવી રહી છે. ઇન્ડ્સ્ટ્રીમાં મારા શરૂઆતના દિવસથી લોકો મને જજ કરી રહ્યાં છે. હું પહાડી વિસ્તારની મહિલા હોવાથી તેઓ કદાચ મને જજ કરી રહ્યાં હતાં. તેમને એ નહીં ખબર હોય કે ત્યાં તેમની લાઇફ કેવી છે.’

kangana ranaut rajkummar rao bollywood news