છલાંગમાં શિક્ષકની ભૂમિકા ભજવતો રાજકુમાર રિયલ લાઇફમાં પણ શિક્ષક હતો

10 February, 2020 01:33 PM IST  |  Mumbai Desk

છલાંગમાં શિક્ષકની ભૂમિકા ભજવતો રાજકુમાર રિયલ લાઇફમાં પણ શિક્ષક હતો

રાજકુમાર રાવ ‘છલાંગ’માં ભલે એક ટીચરના પાત્રમાં હોય, પરંતુ અસલ જિંદગીમાં પણ તે એક સમયે શિક્ષક હતો. હંસલ મેહતાની ‘છલાંગ’માં રાજકુમારની સાથે નુશરત ભરૂચા પણ જોવા મળશે. આ ફિલ્મને અજય દેવગન, લવ રંજન અને અંકુર ગર્ગે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી ઉત્તર ભારતની એક સ્કૂલના પીટીના એક ટીચરની છે. ફિલ્મમાં રાજકુમાર મૉન્ટુની ભૂમિકામાં છે તો નુશરત નીલુનું કૅરૅક્ટર ભજવી રહી છે. શિક્ષકના એ અનુભવોને શૅર કરતાં રાજકુમારે કહ્યું હતું કે ‘મારા ગ્રૅજ્યુએશન દરમ્યાન હું ૩ મહિના સુધી ડ્રામેટિક્સ ભણાવી રહ્યો હતો. એ દરમ્યાન મેં ૩ મહિના એક નાટકનું ડિરેક્શન પણ કર્યું હતું. હું એ વખતે એક શિક્ષક નહીં પણ એક ફ્રેન્ડની જેમ સૌની સાથે રહેતો હતો. અમારી વચ્ચે ઉંમરનો તફાવત પણ વધુ નહોતો. અભિનયને બારીકાઈથી સમજવા માટે હું ખૂબ ઉત્સાહિત રહેતો હતો. દરરોજ કંઈક નવું શીખવા મળે એ અનુભવ જ રોમાંચક હતો.’

પોતાની સ્કૂલ લાઇફને યાદ કરતાં રાજકુમારે કહ્યું હતું કે ‘મને આજે પણ યાદ છે કે સ્કૂલનો વિદ્યાર્થી હોવાથી હું પીટીના પિરિયડને લઈને હંમેશાં ઉત્સાહિત રહેતો હતો. પીટીના એ ટીચર ખૂબ સારા હતા અને તેઓ મને ખૂબ પ્રેમ પણ કરતા હતા. જોકે એક ટીચર એવા પણ હતા જેમને મારી ઍકટિંગ અને ડાન્સ પસંદ નહોતાં. તેમની ઇચ્છા હતી કે હું માત્ર રમત પર જ ધ્યાન આપું. રમતે મને રિયલ લાઇફમાં અનુશાસનમાં રહેતાં શીખવાડ્યુ હતું.’

rajkummar rao bollywood bollywood news bollywood gossips