રાધિકા આપ્ટેએ મૂવમેન્ટ OMHને આપ્યું સમર્થન

20 March, 2019 05:41 PM IST  | 

રાધિકા આપ્ટેએ મૂવમેન્ટ OMHને આપ્યું સમર્થન

અભિનેત્રી રાધિકા આપ્ટે

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક મૂવમેન્ટ જોવા મળી રહી છે. OMH નામની મૂવમેન્ટમાં મહિલાઓ શરમ અને પ્રતિબંધ જેવા મુદ્દે વાત કરવામાં આવે છે. આ મૂવમેન્ટનું આખું નામ ઓહ માય ઋતિક છે. જેમાં મહિલાઓ પોતાની ફેન્ટસી વિશે વાત કરવા માટે આગ્રહથી લઈને જાગૃતિ જેવા મુદ્દે વાત કરે છે. OMHનું ઉદ્દેશ્ય સારવાર, મનોવૈજ્ઞાનિક અને સામાજિક મુદ્દે પ્રકાશ પાડવાનું છે.

આ મૂવમેન્ટ વિશે જાણ્યા બાદ રાધિકા આપ્ટેએ એક વીડિયો જાહેર કરીને મૂવમેન્ટને ટેકો આપ્યો છે. આ વીડિયોમાં રાધિકા આપ્ટે પોતાની પહેલી ફેન્ટસી વિશે વાત કરી રહી છે. સાથે જ તેમણે પોતાના ફેન્સને પણ કહ્યું છે કે ફેન્ટસી વિશે ખુલીને વાત કરો.

OMHના સત્તાવાર અકાઉન્ટ પર રાધિકા આપ્ટેનો આ વીડિયો શૅર કરાયો છે. સાથે જ તેમાં લખવામાં આવ્યું છે કે," Thank you @radhikaofficial for sharing your first fantasy with us! We totally swear by what you said! There's nothing to be ashamed of!".

 

આ મૂવમેન્ટ માટે ખાસ અભિનેતા ઋતિક રોશનનું નામ પસંદ કરવામાં આવ્યું છે. ઋતિક રોશન દેશની મોટા ભાગની યુવતીઓના મોસ્ટ ફેવરિટ સ્ટાર છે, એટલે જ આ મૂવમેન્ટને તેમનું નામ અપાયું છે. આ મૂવમેન્ટ દ્વારા શરમ દૂર કરીને કોન્ફિડન્સથી સેલ્ફ-લવ વિશે વાત કરવા યુવતીઓને જાગૃત કરવામાં આવે છે. સાથે જ શરીર, ખુશી અને કલ્પના અને અનુભવ વિશે વાત કરવામાં શરમ ન અનુભવવા અંગે પણ યુવતીઓને જાગૃત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ હું સફળ ઍક્ટ્રેસ નથી : રાધિકા આપ્ટે

OMH એટલે કે ઓહ માય ઋતિક મૂવમેન્ટ 6 માર્ચે મીઠીબાઈ કોલેજની 6 19 વર્ષની યુવતીઓ દ્વારા શરૂ કરાઈ છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય મહિલાઓની ફેન્ટસી અને મેસ્ટરબેશન અંગેના કલંકને દૂર કરીને તેને એક સામાન્ય વિષ બનાવવાનો છે.

 

radhika apte mumbai bollywood