ધ સ્કાય ઇઝ પિંકની રૅપ-અપ પાર્ટી બાદ ભાવુક મેસેજ લખ્યો પ્રિયંકાએ

13 June, 2019 09:51 AM IST  | 

ધ સ્કાય ઇઝ પિંકની રૅપ-અપ પાર્ટી બાદ ભાવુક મેસેજ લખ્યો પ્રિયંકાએ

‘ધ સ્કાય ઇઝ પિંક’ની રૅપ-અપ પાર્ટીમાં પ્રિયંકા

‘ધ સ્કાય ઇઝ પિંક’ની રૅપ-અપ પાર્ટીમાં સામેલ થયા બાદ પ્રિયંકા ચોપડા જોનસે ઇન્સ્ટાગ્રામ પર સૌને સંબોધીને એક ભાવુક મેસેજ લખ્યો હતો. આ પાર્ટીમાં ફરહાન અખ્તરે હાજરી નહોતી આપી. તેને મિસ કરતી હોવાનું પણ પ્રિયંકાએ કહ્યું હતું. આ રૅપ-અપ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘આ ફિલ્મ પૂરી થઈ છે. આ ફિલ્મ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. માત્ર એટલા માટે નહીં કે સિદ્ધાર્થ રૉય કપૂર અને રૉની સ્ક્રૂવાલા પહેલી વાર મારી સાથે હિન્દી ફિલ્મ કરી રહ્યા છે, પરંતુ એટલા માટે પણ કે તેમણે મને તેમની સાથે કામ કરવાનો અવસર આપ્યો.

 

હું તેમની રિયલ સ્ટોરીને પડદા પર લાવી શકું. ફરહાન અખ્તર તું ઉમદા કલાકાર છે. તારી સાથે ફરીથી કામ કરીને મજા આવી ગઈ. તું આજની પાર્ટીમાં નથી આવ્યો એથી તને ખૂબ મિસ કર્યો. અદ્ભુત ઝાયરા વસીમ અને રોહિત સરાફ તમે મારા આજીવન ફ્રેન્ડ્સ રહેવાનાં છો.

આ પણ વાંચો : કરણ જોહરની ફિલ્મોમાં રિયલ ઇમોશન્સ હોય છે : ભૂમિ પેડણેકર

ખૂબ જ કઠિન પરંતુ સારો અનુભવ રહ્યો. શોનાલી બોઝના દૃષ્ટિકોણની પ્રશંસા કરું છું. મારા પર તેં વિશ્વાસ મૂક્યો એનો મને ગર્વ છે. આ સ્પેશ્યલ ફિલ્મ બનાવવા માટે ૧૦ મહિના સુધી અથાક મહેનત કરવા માટે મારી ટીમનો આભાર. આઇ લવ યુ ઓલ. થિયેટરમાં મળીશું.’

priyanka chopra farhan akhtar bollywood news siddharth roy kapur