Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરની ફિલ્મોમાં રિયલ ઇમોશન્સ હોય છે : ભૂમિ પેડણેકર

કરણ જોહરની ફિલ્મોમાં રિયલ ઇમોશન્સ હોય છે : ભૂમિ પેડણેકર

13 June, 2019 09:30 AM IST | મુંબઈ

કરણ જોહરની ફિલ્મોમાં રિયલ ઇમોશન્સ હોય છે : ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકરનું કહેવું છે કે કરણ જોહરની ફિલ્મોમાં રિયલ ઇમોશન્સ જોવા મળે છે. કરણ જોહરની ‘તખ્ત’માં ભૂમિ જોવા મળવાની છે. કરણ જોહરની ફિલ્મોની પ્રશંસા કરતાં ભૂમિ પેડણેકરે કહ્યું હતું કે ‘મારા મતે કરણની ફિલ્મો લાર્જર ધૅન લાઇફ હોય છે. સાથે જ મહાત્વાકાંક્ષાઓ પર ખરી ઊતરનારી પણ હોય છે. ઇમોશન્સની વાત કરું તો ફિલ્મોમાં એ રિયલ હોય છે. કરણની ફિલ્મોમાં એ જળવાઈ પણ રહે છે. હું ખૂબ સન્માનિત અને ગર્વ મહેસૂસ કરું છું કે મને તેમની ફિલ્મમાં કામ કરવાની તક મળી. મેં મારું સર્વસ્વ આ ફિલ્મ માટે સમર્પિત કર્યું છે.’

આ પણ વાંચો : હ્રિતિક રોશન સાથેના આ ફોટોમાંથી આલિયા ભટ્ટને ઓળખી બતાવો



કરણની ‘કુછ કુછ હોતા હૈ’ તેના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે એવું જણાવતાં ભૂમિ પેડણેકરે કહ્યું હતું કે ‘મને ‘કુછ કુછ હોતા હૈ’ ખૂબ જ પસંદ છે. હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની મારા પર ખૂબ ઊંડી છાપ હતી, કારણ કે એણે પૉપ કલ્ચર દર્શાવ્યું હતું. આ ફિલ્મના દરેક તબક્કામાંથી હું પસાર થઈ છું. હું કાજોલની જેમ કપડાં, હેડ બૅન્ડ્સ અને સ્વેટ બૅન્ડ્સ પહેરતી હતી. તો ક્યારેક રાની મૅમની જેમ હું શૉર્ટ સ્કર્ટ્સ પહેરીને તેમના જેવા દેખાવાનો પ્રયાસ કરતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2019 09:30 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK