ચન્દ્રયાન-2 મિશનમાં યોગદાન આપનારી મહિલાઓની પ્રશંસા કરી પ્રિયંકાએ

27 July, 2019 12:26 PM IST  |  મુંબઈ

ચન્દ્રયાન-2 મિશનમાં યોગદાન આપનારી મહિલાઓની પ્રશંસા કરી પ્રિયંકાએ

પ્રિયંકા ચોપડા

દેશનાં ચન્દ્રયાન-2 મિશનમાં સહયોગ આપનારી બે મહિલાઓની પ્રિયંકા ચોપડા જોનસે પ્રશંસા કરી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ISROના મિશનને સફળ બનાવવામાં મુથૈયા વનિતા અને રિતુ કરીધલ આ બે વૈજ્ઞાનિકોએ અગત્યનું યોગદાન આપ્યું છે. સૌ કોઈ તેમનાં કાર્યની પ્રશંસા કરી રહ્યાં છે. મિશનનો એ વિડિયો ટ્‍‍વિટર પર શૅર કરીને પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘ચન્દ્રયાન-2 મિશનમાં ઉલ્લેખનીય યોગદાન આપનારી બે મહિલા વૈજ્ઞાનિક મુથૈયા વનિતા અને રિતુ કરીધલનાં કાર્યથી ખૂબ પ્રેરિત થઈ છું.

આ પણ વાંચો : ડિયર કૉમરેડને લઈને હજી સુધી કોઈ કલાકારને અપ્રોચ કરવામાં નથી આવ્યા : કરણ જોહર

ખરું કહું તો હું આ જોવા માગતી હતી અને આ મહિલાઓએ એને વાસ્તવિકતાનું રૂપ આપ્યુ છે. તમારો આભાર કે તમે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. ISROની આખી ટીમ પર ખૂબ ગર્વ છે.’

priyanka chopra bollywood news