પ્રિયંકાએ આપ્યો આ જવાબ જ્યારે ચાહકે પૂછ્યું લગ્નમાં કેમ ન બોલાવી...

27 March, 2021 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રશ્નના જવાબમાં પ્રિયંકા ચોપડાએ તેનો મજાક કરતા કહ્યું કે, "મને માફ કરજો સંતોષ પટનાયક, મને લાગે છે, હું તમને નથી ઓળખતી.

પ્રિયંકા ચોપડા નિક જોનાસ (તસવીર સૌજન્ય મિડ-ડે)

ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ઘણીવાર ચર્ચામાં છવાયેલી રહે છે. હવે એક ચાહકે પૂછ્યું કે તેને લગ્નમાં કેમ આમંત્રિત ન કર્યો? આ પ્રશ્નના જવાબમાં પ્રિયંકા ચોપડાએ તેનો મજાક કરતા કહ્યું કે, "મને માફ કરજો સંતોષ પટનાયક, મને લાગે છે, હું તમને નથી ઓળખતી. આ કારણે હું તમને આમંત્રિત ન કરી શકી." આની સાથે જ તેમણે એક ખડખડાટ હસતી ઇમોજી પણ શૅર કરી.

પ્રિયંકા ચોપરા બૉલીવુડની એક પ્રતિભાશાળી અભિનેત્રી છે. તેણે હવે હૉલીવુડમાં પણ પગપેસારો કર્યો છે. પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ઍક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર વાતચીત પણ કરતી હોય છે. તો એક અન્ય ચાહકે પ્રિયંકા ચોપડાને પૂછ્યું કે કે બીજીવાર પડદા પર ક્યારે દેખાશે. તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું, "આવતા વર્ષે"

પ્રિયંકા ચોપડા હાલ રૂસો બ્રધર્સની જાસૂસી સીરિઝ સીતાડેલમાં કામ કરી રહી છે. આમાં તેના સિવાય રિચર્ડની મુખ્ય ભૂમિકા છે. પ્રિયંકા ચોપડાએ ફિલ્મ ટેક્સ્ટ ફૉર યૂનું શૂટિંગ પૂરું કરી લીધું છે. પ્રિયંકા ચોપડાએ રાજસ્થાનના ઉમ્મેદ ભવન પેલેસમાં અમેરિકન ગાયક નિક જોનાસ સાથે લગ્ન કર્યા. બન્ને ખૂબ જ ખુશ છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શૅર કરતા રહે છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થતી હોય છે.

પ્રિયંકા ચોપડા બૉલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેની ફિલ્મો ખૂબ જ લોકપ્રિય પણ બને છે. તાજેતરમાં જ તે ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળી હતી. આ ફિલ્મ દર્શકોમાં પણ લોકપ્રિય બની. આ ફિલ્મમાં પ્રિયંકા સિવાય રાજુકમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો. પ્રિયંકા ચોપડાએ કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું. તેણે અનેક કલાકારો સાથે કામ કર્યું છે. તે એક લોકપ્રિય અભિનેત્રી છે. પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ પરિણીતિ ચોપડાની રિલીઝ થયેલી ફિલ્મ સાઇનાના પણ વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં પરિણીતિ ચોપડાએ સાઇના નેહવાલનું પાત્ર ભજવ્યું છે. 

priyanka chopra bollywood news bollywood Nick Jonas