પ્રિયંકા ચોપડાની ફૅમિલી છે ક્રિકેટઘેલી

05 October, 2019 02:14 PM IST  |  મુંબઈ

પ્રિયંકા ચોપડાની ફૅમિલી છે ક્રિકેટઘેલી

સ્ટાઇલ હૈ બૉસ - પ્રિયંકા ચોપડા જોનસ ગઈ કાલે લોઅર પરેલમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જોવા મળી હતી. નૅશનલ બાસ્કેટબૉલ એસોસિએશનને ઇન્ડિયામાં વેલકમ કરવા માટે આ ઇવેન્ટ યોજવામાં આવી હતી. તસવીર : અતુલ કાંબ‍ળે

પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું હતું કે તેની ફૅમિલી ક્રિકેટ પ્રેમી છે. તેનાં ડૅડી અશોક ચોપડાને પણ ક્રિકેટ જોવાનો ખૂબ શોખ હતો. તેઓ સાથે બેસીને ક્રિકેટ જોતા હતાં. એ દિવસોને યાદ કરીને પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારા ડૅડીને ક્રિકેટ ખૂબ પસંદ હતી. એથી જ્યારે પણ ટૂર્નામેન્ટ થતી અમે સાથે બેસીને જોતા હતાં. એવામાં જો હું મારી સીટ પરથી ઊભી થતી અને ઇન્ડિયન પ્લેયર સીક્સ મારતો તો મારા ડૅડી મને થોડી વાર માટે ત્યાં જ ઊભી રહેવાનું કહેતા હતાં. મારા ઘરે ક્રિકેટ મોટી વસ્તુ ગણાતી હતી. મારા અન્કલ રણજી ક્રિકેટ રમતા હતાં. એથી મારી ફૅમિલી ક્રિકેટ પાછળ ઘેલી હતી.’

આ પણ વાંચો : દરેક પ્રકારના પ્લૅટફૉર્મ માટે વર્તમાનમાં કન્ટેન્ટ બનાવવામાં આવી રહ્યું છે : અર્જુન કપૂર

નિક જોનસ સાથે લગ્ન વખતે પણ તેમની ફૅમિલીએ ક્રિકેટનો આનંદ લીધો હતો. એ વખતે ટીમ બ્રાઇડ અને ટીમ ગ્રુમ બનાવવામાં આવી હતી. જોધપુરનાં ઉમેદભવનમાં પ્રિયંકા અને નિકે ભવ્યતાથી લગ્ન કર્યા હતાં. લગ્નનાં દિવસે પણ બન્ને પક્ષ વચ્ચે ક્રિકેટ રમવામાં આવી હતી. એ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારા કઝીન્સ ક્રિકેટનાં ફૅન્સ છે. એથી મારા લગ્નનાં દિવસે પણ ટીમ બ્રાઇડ અને ટીમ ગ્રુમ બનાવીને અમે ક્રિકેટ રમ્યા હતાં. નિક બૅઝબૉલ પ્લેયર છે. જોકે બન્ને સ્પૉર્ટસ અલગ છે. એથી ટીમ બ્રાઇડ આ મૅચ જીતી હતી.’

priyanka chopra bollywood news