Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બધા પ્લૅટફૉર્મ માટે હાલમાં કન્ટેન્ટ બનાવવામાં આવી રહ્યું છે:અર્જુન કપૂર

બધા પ્લૅટફૉર્મ માટે હાલમાં કન્ટેન્ટ બનાવવામાં આવી રહ્યું છે:અર્જુન કપૂર

05 October, 2019 02:01 PM IST | મુંબઈ

બધા પ્લૅટફૉર્મ માટે હાલમાં કન્ટેન્ટ બનાવવામાં આવી રહ્યું છે:અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂર


અર્જુન કપૂરનું કહેવું છે કે બધા પ્લૅટફૉર્મ માટે હાલમાં કન્ટેન્ટ બનાવવામાં આવી રહ્યું છે. ડિજિટલ પ્લૅટફૉર્મનાં વધતા વર્ચસ્વને જોતા ફિલ્મોને હવે થિયેટર્સ સુધી સિમીત નથી રાખવામાં આવતી. ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે અર્જુને કહ્યું હતું કે ‘કન્ટેન્ટ ક્રિએટ કરનારાઓ માટે હાલનો તબક્કો સારો છે. ફિલ્મ મેકર્સને પોતાની ફિલ્મો માટે દર્શકો શોધવાની જરૂર નથી પડતી કારણ કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર જ હવે શાનદાર કન્ટેન્ટ દર્શકોને આપવામાં આવે છે. ફિલ્મ મેકર્સને હવે ક્રિએટીવિટી પર કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાનું પ્રેશર નહીં પડે. તેઓ કોઈ પણ કલાકારને પોતાનાં વિઝન પ્રમાણે રોલ આપી શકશે. આ સાથે જ તેઓ જે સ્ટોરી કહેવા માગે છે એની પણ તેમને સ્વતંત્રતા રહેશે. આ તમામ પરિવર્તનનો શ્રેય ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવેલી ક્રાંતિ અને એનાં વધતા વર્ચસ્વને જાય છે. હવે એ ડર નથી રહ્યો કે ફિલ્મોને થિયેટર્સની પરિક્ષાની જરૂર પડે. તમે આઇડિયાને વિકસાવીને એની સિરીઝ કાં તો મિની સિરીઝ બનાવી શકો છો.

આ પણ વાંચો : વાઇફ અને બાળકો સાથે લાંબા વેકેશન પર જશે આયુષ્માન ખુરાના



કન્ટેન્ટ હવે દરેક પ્રકારનાં પ્લૅટફૉર્મ માટે, દર્શકોની પસંદગી પ્રમાણે બનાવવામાં આવી રહ્યાં છે અને એ ખૂબ જ એક્સાઇટિંગ પણ છે. લોકો પણ સારા કન્ટેન્ટને શોધતા હોય છે. ડિજિટલ માધ્યમને કારણે વિશ્વ એકબીજાની નજીક આવ્યુ છે. કન્ટેન્ટને શોધવુ એ હાલમાં કોઈ મોટી બાબત નથી રહી. ગ્રેટ સિનેમા અને ડૉક્યુમેન્ટરીઝને કોઈ સીમા પણ નથી નડતી. ફિલ્મ મેકર્સ માટે આ સારો સમય છે કે તેઓ નવી વસ્તુઓ શોધીને અને ક્રિએટીવ પ્રોસેસને એન્જૉય કરી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2019 02:01 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK