પ્રિયંકા અને નિક જોનસ લઈને આવશે લગ્ન કરનારા યુવાનો માટે સંગીત પ્રોજેક્ટ

13 December, 2019 12:21 PM IST  |  Washington

પ્રિયંકા અને નિક જોનસ લઈને આવશે લગ્ન કરનારા યુવાનો માટે સંગીત પ્રોજેક્ટ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ લગ્ન કરનારા યુવાનો માટે સંગીત પ્રોજેક્ટ લઈને આવવાના છે. આ પ્રોજેક્ટ પર બન્ને સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે હાલમાં જ પહેલી મૅરેજ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. હવે તેઓ સંગીત સેરેમનીને જલદી જ લઈને આવશે. આ વિશે વધુ માહિતી આપતાં ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘અમારાં લગ્નમાં અમારા બન્નેની ફૅમિલીએ સંગીત સેરેમનીમાં સાથે મળીને પર્ફોર્મ કર્યું હતું. એ પર્ફોર્મન્સના માધ્યમથી અમારી લવ સ્ટોરીને સેલિબ્રેટ કરવામાં આવી હતી. અમારી લાઇફના અગત્યના અવસરમાં એ ક્ષણ અમારા માટે ખૂબ જ યાદગાર બની ગઈ છે. નિક અને હું અમારા આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટની જાહેરાત કરવા માટે ખૂબ ઉત્સાહિત છીએ. અમે હજી સુધી એના પર કામ કરી રહ્યા છીએ. લગ્નની આગલી રાતે ફૅમિલી અને ફ્રેન્ડ્સે સાથે આવીને સંગીતના તાલે નાચીને પ્રેમ અને જાદુ રેલાવ્યો હતો. આ અમારો સંગીત પ્રોજેક્ટ છે. બેબી હૅપી વન યર ઍનિવર્સરી. આપણે પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છીએ.

આ પણ વાંચો : લગ્ન બાદ મહિલા કામ ન કરી શકે એવી ધારણાને મેં પડકારી છે : કરીના કપૂર ખાન

અમારો આ સંગીત સેરેમનીનો અનુભવ અમે એ લોકો સાથે શૅર કરવા માગીએ છીએ જેઓ લગ્ન કરવાનાં છે. એથી જો તમે આવતા વર્ષે લગ્ન કરવાના હો તો અમે પણ તમારા આ સેલિબ્રેશનમાં સામેલ થવા માગીએ છીએ. સાથે જ તમારા આ પ્રસંગને અમે વધુ ભવ્ય બનાવવા માગીએ છીએ.’

priyanka chopra Nick Jonas bollywood news