પ્રિયંકા ચોપડા જોનસ લાવશે વેડિંગ કૉમેડી

14 April, 2019 10:27 AM IST  | 

પ્રિયંકા ચોપડા જોનસ લાવશે વેડિંગ કૉમેડી

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ ભારતીય લગ્નની પ્રથા પર આધારિત વેડિંગ કૉમેડી ફિલ્મ લઈને આવવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અમેરિકન ઍક્ટ્રેસ, પ્રોડ્યુસર અને કૉમેડિયન મિન્ડી કલિંગ પણ જોવા મળશે. આ ફિલ્મને ડૅન ગુર પ્રોડ્યુસ કરશે. ડૅન સાથે મળીને મિન્ડી આ ફિલ્મની સ્ટોરી લખશે. તેમ જ ફિલ્મને ડિરેક્ટ પણ મિન્ડી જ કરશે. આ ફિલ્મમાં ઇન્ડિયન અને અમેરિકન કલ્ચર દેખાડવામાં આવશે. ડૅન ગુર અને મિન્ડી કલિંગ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘બે મહિલાઓ તેમની સારી સ્ટોરીઝને કહેવા માટે ઉત્સાહિત છે.

આ પણ વાંચો : નાના અને મોટા બનેં પડદા પર સફળતા મેળવનારી ગુજ્જુ ગર્લ પ્રાચીની આવી છે અદાઓ

પોતાના અંદાજમાં સ્ટોરી કહેવા માટે તેમને ગ્રીન સિગ્નલ પણ મળી ગયું છે. ડૅન ગુર અને મિન્ડી કલિંગ સાથેની આ અદ્ભુત પાર્ટનરશિપ પર મને ખૂબ ગર્વ છે. અમે તમને દેખાડીશું કે મૉડર્ન, ગ્લોબલ અને ઇન્ડિયનનો અર્થ શું થાય છે. સિનેમામાં તમને જલદી જ મળીશું.’

priyanka chopra hollywood news