વર્ષો પહેલા આવેલી સિરીયલ 'કસમ સે'માં પોતાના સાવ સામાન્ય અને માસૂમ પાત્રથી અભિનેત્રી પ્રાચી દેસાઇએ દર્શકો પર ખૂબ જ સારો પ્રભાવ પાડ્યો હતો. આ સીરિયલ પછી પ્રાચી બોલીવુડ તરફ વળી અને અહીં પણ તે ખૂબ જ સફળ રહી. ખૂબ જ ઓછા સમયમાં પ્રાચીએ બોલીવુડમાં સારી ઓળખ બનાવી લીધી છે. પણ ટૂંક સમયમાં જ તેનો ફેમ ઓછો થવા લાગ્યો અને છેલ્લાં થોડાંક વર્ષોથી તે ફિલ્મોમાં પણ ઓછી જોવાઇ રહી છે. 12 સપ્ટેમ્બરના પ્રાચીના જન્મદિવસે જાણીએ તેના ફિલ્મી કરિઅર વિશે.