સડક 2નું શૂટિંગ રોમાનિયાને બદલે ભારતમાં કરવામાં આવશે : પૂજા ભટ્ટ

29 April, 2019 09:44 AM IST  |  મુંબઈ

સડક 2નું શૂટિંગ રોમાનિયાને બદલે ભારતમાં કરવામાં આવશે : પૂજા ભટ્ટ

પૂજા ભટ્ટ

પૂજા ભટ્ટે ‘સડક ૨’નું શૂટિંગ ભારતમાં જ કરવાનો નિર્ણય લીધો છે. ૧૯૯૧માં આવેલી ‘સડક’ની આ સીક્વલ છે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ, સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર જોવા મળવાનાં છે. ફિલ્મના શૂટિંગ માટે રોમાનિયાની પસંદગી કરવામાં આવી હતી. જોકે પૂજાએ હવે રોમાનિયાને બદલે ભારતમાં જ ફિલ્મનું શૂટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે જણાવતાં ટ્વિટર પર પૂજાએ ટ્વીટ કર્યું હતું કે ‘રોમાનિયા ખૂબ જ આકર્ષક દેશ છે. લોકેશનને જોઈને અમે ખુશ થઈ ગયા હતા.

આ પણ વાંચો : સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ના હુક અપ સૉન્ગમાં જોવા મળશે આલિયા ભટ્ટ

જોકે ફિલ્મનાં લોકેશન નક્કી કરવા માટે ત્યાંની લોકલ વ્યક્તિની આવડત અને ઇમોશનલ વૅલ્યુને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ફિલ્મ કરતાં વિશેષ કંઈ ન હોવાથી અમે ફિલ્મની ડિમાન્ડ અનુસાર ભારતમાં જ શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે.’

pooja bhatt alia bhatt mahesh bhatt sanjay dutt aditya roy kapur