ડેબ્યુ પહેલાં જ પૂજા બેદીની દીકરી આલિયાને મળી ત્રણ ફિલ્મોની ડીલ

05 October, 2019 01:15 PM IST  |  મુંબઈ

ડેબ્યુ પહેલાં જ પૂજા બેદીની દીકરી આલિયાને મળી ત્રણ ફિલ્મોની ડીલ

આલિયા ફર્નિચરવાલા

પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલાને તેની પહેલી ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ ત્રણ ફિલ્મોની ડીલ મળી ગઈ છે. તે ‘જવાની જાનેમન’થી બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન તેનાં ડૅડીનાં રોલમાં જોવા મળશે. આ ફિલ્મના પ્રોડ્યુસર જય શેવકરમાનીએ આલિયાને ત્રણ ફિલ્મો માટે સાઇન કરી છે. આલિયા વિશે જણાવતાં જય શેવકરમાનીએ કહ્યું હતું કે ‘હું મારી સહજબુદ્ધિને અનુસરુ છું.

આ પણ વાંચો : સ્ટૉકરનું પાત્ર ભજવીને શાહરુખે કરીઅર બનાવી લીધી છે : સૈફ અલી ખાન

‘જવાની જાનેમન’માં આલિયા સાથે કામ કર્યા બાદ અને એક કલાકાર તરીકે તેનામાં થઈ રહેલા વિકાસને જોતા મને લાગે છે કે તે આ ફિલ્ડમાં બંધ બેસે છે. આ વાત મારા દિમાગમાં શરૂઆતથી જ હતી. આ ફિલ્મમાં તેની સાથે કામ કરવાથી મને લાગ્યુ હતું કે હા, મને તેની સાથે ભવિષ્યમાં પણ કામ કરવુ છે.’

pooja bedi bollywood news