સ્ટૉકરનું પાત્ર ભજવીને શાહરુખે કરીઅર બનાવી લીધી છે : સૈફ અલી ખાન

મુંબઈ | Oct 05, 2019, 12:37 IST

સૈફ અલી ખાનનું કહેવું છે કે શાહરુખ ખાને સ્ટૉકરનાં પાત્ર ભજવીને પોતાની કરીઅર બનાવી લીધી છે.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન

સૈફ અલી ખાનનું કહેવું છે કે શાહરુખ ખાને સ્ટૉકરનાં પાત્ર ભજવીને પોતાની કરીઅર બનાવી લીધી છે. સૈફનું એમ પણ માનવું છે કે પૂરુષને સ્ટૉકર બનાવીને બૉલીવુડમાં ઘણી ફિલ્મો બનાવવામાં આવે છે. શાહરુખ વિશે મસ્તી કરતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘ઇન્ડિયન સિનેમામાં મેલ સ્ટૉકરને લઈને ઘણી ફિલ્મો બની છે અને એથી આવી ફિલ્મોને પણ ફિલ્મનો જ પ્રકાર કહેવું ખોટું નથી. આવી ફિલ્મો હંમેશાં સફળ રહે છે. શાહરુખ ખાને પણ આવી ફિલ્મોથી જ કરીઅર બનાવ્યું છે.’

આ પણ વાંચો : ટેડ ટૉક્સ : નઈ બાતના સેટ પર નો પ્લાસ્ટિકની શાહરુખે આપી પ્રોમિસ

હૉલીવુડની ‘અ કીસ બિફોર ડાઇંગ’ પરથી ‘બાઝીગર’ બનાવવામાં આવી હતી. બૉલીવુડમાં ફિલ્મોની કૉપી હૉલીવુડમાંથી કરવામાં આવે છે. એ વિશે જણાવતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘લોકોને જે ગમે છે એ જ વસ્તુ તેમને આપવામાં આવે. આવા કૅરૅક્ટર્સની વેસ્ટમાંથી ઉઠાંતરી કરવામાં આવે છે એમાં કોઈ મોટી વાત નથી કારણ કે આપણે ઘણી કૉપી કરીએ છીએ. ‘બાઝીગર’ની વાત કરું તો આ ઇન્ડિયાની ઓરિજિનલ આઇડિયા નહોતી. આ પણ વેસ્ટર્નમાંથી કૉપી કરવામાં આવી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK