Pm Narendra Modi Review: જાણો ફિલ્મને મળ્યા કેટલાક સ્ટાર્સ

24 May, 2019 11:32 AM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

Pm Narendra Modi Review: જાણો ફિલ્મને મળ્યા કેટલાક સ્ટાર્સ

Pm Narendra Modi Review

ફિલ્મના નિર્માતાઓએ ઈલેક્શન કમિશનના પરિણામ આવતા પહેલા જ મોદીના પાછા ફરવાની જાહેરાત કરી દીધી હતી. જે વાત ફિલ્મના પોસ્ટર્સ પર પણ નજર આવી રહી છે. ફિલ્મની કહાની 2014ના શપથ ગ્રહણ સમારોહથી શરૂ થાય છે અને ફ્લેશબેકમાં તેમના બાળપણથી લઈને ચાની દુકાન પર ચર્ચા, હિમાલય યાત્રા અને સંઘના પ્રચારકના રૂપમાં કાર્યકાળ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ, ગોધરા કાંડ અને રાજનીતિના શિખર સુધી પહોંચવાની તેમની યાત્રા. આને જ લઈને મેરી કોમ જેવી ફિલ્મ બનાવનાર ઉમંગ કુમારે આ ફિલ્મ બનાવી છે.

જો આપણે ફિલ્મ જોતા જોતા એ ભૂલી જાઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ છે જેમને તમે નથી જાણતા. ન તો તમે તતેમના જીવનની કોઈ મીમાંસા કરી શકો છો. ફિલ્મને માત્ર ફિલ્મની નજરથી જુઓ તો નિશ્ચિત રીતે આ ફિલ્મ તમને બાંધી રાખે છે. ફિલ્મનો કેટલોક ભાગ ડોક્યૂમેન્ટ્રી જેવો ચોક્કસ લાગે છે. ફિલ્મની સ્ક્રીપ્ટ પર વધારે કામ કરવામાં આવ્યું હોત તો તેનું સ્તર કાંઈક અલગ જ હોત.

અભિનયની વાત કરીએ તો વિવેક ઑબેરૉય મોદીની નકલ ન કરતા પણ મોદી લાગવામાં સફળ રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના કિરદારમાં મોહન જોશીએ સારું પર્ફોર્મન્સ આપ્યું છે. ઝરીના વહાબ અને રાજેન્દ્ર ગુપ્તા જેવા વરિષ્ઠ કલાકારો સ્ક્રીનની શોભા વધારે છે. ટેક્નિકલ રીતે ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલની છે. એડિટિંગ પર થોડું વધુ કામ કરવામાં આવ્યું હોત તો સારું હતું. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ઉમદા છે જેના કારણે ફિલ્મ તમને બાંધી રાખે છે.

કુલ મળીને જો તમે વડાપ્રધાન મોદીના જીવન અને તેમના જીવનમાં આવેલા ઉતાર-ચડાવને જાણવા માંગતા હોવ તો આ ફિલ્મ જોવા તમે જઈ શકો છો.

કલાકાર- વિવેક ઓબેરોય, મોહન જોશી, ઝરીના વહાબ, રાજેન્દ્ર ગુપ્તા

નિર્દેશક-ઉમંગ કુમાર

નિર્માતા- સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ

સ્ટાર્સ- 3 સ્ટાર

narendra modi bollywood news