મેન્ટલ હૈ ક્યા? ફિલ્મનું ટાઈટલ બદલવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

07 May, 2019 12:59 PM IST  |  અમદાવાદ

મેન્ટલ હૈ ક્યા? ફિલ્મનું ટાઈટલ બદલવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

મેન્ટલ હૈ ક્યા ફિલ્મના ટાઈટલને લઈને વિવાદ

મનોચિકિસ્તક સંગઠન ઈન્ડિયન સાયક્રિયાટિસ્ટ સોસાયટીએ હાઈકોર્ટમાં અરજી કરીને માંગણી કરે છે કે, ફિલ્મનું ટાઈટલ જ્યાં સુધી બદલવામાં ન આવે ત્યાં સુધી તેને રીલિઝ ન કરવામાં આવે, અથવા તો આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે. એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આના પર સુનાવણી નવ જૂને થશે. આ ફિલ્મ જુલાઈમાં રિલીઝ થવાની છે.

મનોચિકિસ્તક સંગઠને કર્યો વિરોધ
સાયક્રિયાટિસ્ટ સોસાયટીએ અરજીમાં કહ્યું છે કે આગામી 21 જૂને ફિલ્મ રિલીઝ થશે. હાલ તેના પોસ્ટર સોશિયલ મીડિયામાં રિલીઝ થઈ ગયા છે. ફિલ્મમાં હીરો રાજકુમાર રાવ અને હીરોઈન કંગના રનૌત જીભ બહાર કાઢીને તેને સંતુલિત કરતા બતાવવામાં આવી રહ્યા છે. ફિલ્મના શિર્ષકના કારણે સમાજમાં ખોટો સંદેશ જશે. માનસિક રોગ કે તેના દર્દીઓ મજાકના પાત્ર નથી. મનોરોગીને મેંટલ કે પાગલ કહીને તેમને નીચા ન બતાવવા જોઈએ.

આ પણ વાંચોઃ રાજકુમાર-કંગનાની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા'ના પોસ્ટર સામે વિવાદ

ફિલ્મના પોસ્ટરને લઈને પણ થયો હતો વિવાદ
રાજકુમાર રાવ અને કંગના રનૌટ સ્ટારર ફિલ્મ 'મેંટલ હૈ ક્યા' 21 જુને રિલીઝ થવાની તૈયારીમાં છે. મેંટલ હૈ ક્યા પ્રકાશ કોવેલામુડી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. કંગના રનૌટની ફિલ્મ પોતાના અજીબો ગરીબ પોસ્ટરના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રહી છે. જો કે હવે ફિલ્મના પોસ્ટર્સ અને ટાઈટલ પર મેંટલ હેલ્થ એક્સપર્ટ્સે આપત્તિ દર્શાવી છે જ્યારે સોશિયલ મીડિયા પર ફિલ્મને ટ્રોલમાં કરવામાં આવી રહી છે.

kangana ranaut rajkummar rao