લોકો એકતાને બદલે વિભાજનની વાતો વધારે કરે છે : જુહી ચાવલા

11 January, 2020 12:11 PM IST  |  Mumbai Desk

લોકો એકતાને બદલે વિભાજનની વાતો વધારે કરે છે : જુહી ચાવલા

જુહી ચાવલાનું માનવું છે કે હાલમાં લોકો એકત્રિત રહેવાને બદલે વિભાજનની વાતો વધુ કરે છે. કોઈ પણ ઘટના ઘટે એટલે મીડિયા તરત તેમની પ્રતિક્રિયા જાણવા માટે આતુર બની જાય છે. એ વિશે જણાવતાં જુહી ચાવલાએ કહ્યું હતું કે ‘અમે કામ કરવા જઈ રહ્યા હોઈએ. એ કામ કેવી રીતે પૂરું કરવું એના વિશે વિચાર કરી રહ્યા હોઈએ. એ દરમ્યાન જ અચાનક કોઈ ઘટના ઘટે તો તરત મીડિયા અમને એ વિશે વિવિધ સવાલો કરવા માંડે છે અને અમારી પ્રતિક્રિયા જાણવા માટે ઉત્સાહિત હોય છે. મીડિયા અમને પૂછે છે કે આ સંદર્ભે તમારું શું માનવું છે? અમે પ્રકરણ બરાબર સમજ્યા પણ ન હોઈએ, પરંતુ તમને અમારું રીઍક્શન જાણવું હોય છે. લોકોને પહેલાં એ મુદ્દો બરાબર સમજવા તો દો, પછી એ નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ અથવા તો સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ કેમ ન હોય. લોકોને એને સમજવાનો સમય તો આપો. એ સંદર્ભે શું કામ ચર્ચા કરવામાં આવે છે?’

લોકોને શાંત રહેવાની સલાહ આપતાં જુહી ચાવલાએ કહ્યું હતું કે ‘લોકો તરત જ વિભાજન અંગે ચર્ચા કરવા માંડે છે. આપણે એકતા વિશે કેમ વાત નથી કરી શકતા? શું કામ દરેક એમ જ પૂછે છે કે સરકાર શું કામ રહી છે? તે આવું કામ શું કામ કરી રહી છે? જોકે મારું કહેવું છે કે જો તમે કોઈના તરફ એક આંગળી ચીંધો તો ત્રણ તમારા તરફ પણ વળે છે. આવું કરવાની શી જરૂર છે? શાંત રહો અને પરિસ્થિતિને સમજો.’

juhi chawla bollywood bollywood news