વાંધાજનક વિડિયો બનાવવાના આરોપસર પાયલ રોહતગીની થઈ ધરપકડ

16 December, 2019 12:21 PM IST  |  Jaipur

વાંધાજનક વિડિયો બનાવવાના આરોપસર પાયલ રોહતગીની થઈ ધરપકડ

પાયલ રોહતગી

આઝાદીના લડવૈયા મોતીલાલ નેહરુ વિરુદ્ધ વાંધાજનક વિડિયો બનાવવાના આરોપસર પાયલ રોહતગીની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે. ૧૦ ઑક્ટોબરે કૉન્ગ્રેસના કાર્યકર ચર્મેશ શર્માએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પાયલે ફેસબુક અને ટ્‍‍વિટર પર નેહરુ પરિવારનો વાંધાજનક વિડિયો પોસ્ટ કર્યો હતો. આ મામલામાં તેને અનેક વાર નોટિસ મોકલવામાં આવી હતી. જોકે તે હાજર નહોતી રહી. પોલીસ-ટીમ જ્યારે તેની શોધખોળ કરવા પહોંચી ત્યારે તે મળતાં તરત તેની ધરપકડ કરી હતી. પાયલે જામીન માટે અરજી કરી હતી. જોકે એના પર સુનાવણી થઈ શકી નહોતી.

આ પણ વાંચો : દરેક પ્રકારનાં પાત્રો ભજવીને નવું કરવા માગે છે સંજય દત્ત

આ તમામ પ્રકરણની માહિતી ટ્‍‍વિટર પર આપતાં પાયલે ટ્વીટ કર્યું હતું, ‘મોતીલાલ નેહરુ વિશે વિડિયો બનાવવા બદલ રાજસ્થાન પોલીસે મારી ધરપકડ કરી છે. એની માહિતી તો મેં ગૂગલ પરથી મેળવી હતી. મને લાગે છે કે બોલવાની સ્વતંત્રતા હવે મજાક બની ગઈ છે.’

payal rohatgi rajasthan bollywood news