હું હંમેશાં દુઃખી રહેતી અને બહુ રડતી હતી: પરિણીતી ચોપડા

08 August, 2019 12:47 PM IST  |  મુંબઈ

હું હંમેશાં દુઃખી રહેતી અને બહુ રડતી હતી: પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડાનું કહેવું છે કે તે પણ ડિપ્રેશનનો ભોગ બની હતી. આ સમયને તેણે તેની લાઇફનો ખૂબ જ ખરાબ સમય જણાવ્યો છે. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન જેવી ઘણી સેલિબ્રિટીઝ ડિપ્રેશનનો ભોગ બની છે. આલિયા ભટ્ટની બહેન શાહીનથી લઈને ‘દંગલ’માં જોવા મળેલી ઝાયરા વસીમ પણ એનો ભોગ બની હતી. તે લગભગ ચાર વર્ષ પહેલાં ડ્રિપેશનનો ભોગ બની હતી. આ વિશે વધુ જણાવતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘૨૦૧૪નો અંત અને ૨૦૧૫નું વર્ષ એટલે કે દોઢ વર્ષ મારા માટે ખૂબ જ ખરાબ રહ્યું હતું. મારી ‘દાવત-એ-ઇશ્ક’ અને ‘કિલ દિલ’ નિષ્ફળ રહી હતી. મારા માટે આ પહેલો આઘાત હતો. આ બન્ને ફિલ્મો એક પછી એક રિલીઝ થઈ હતી અને એ સફળ નહોતી રહી. ત્યાર બાદ મારું દિલ તૂટ્યું હતું. મારી લાઇફના તમામ ડિપાર્ટમેન્ટ જાણે બંધ થઈ ગયા હતા. મારી લાઇફમાં કંઈ પોઝિટીવ નહોતું જે મને આગળ જવા માટે પ્રેરિત કરે.’

એક ટિપિકલ ફિલ્મી ડિપ્રેસ્ડ ગર્લ જેવી હાલત વિશે વાત કરતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘હું એકાંતમાં જતી રહી હતી. મેં ખાવાનું બંધ કરી દીધુ હતું. મને ઊંધ પણ નહોતી આવતી. એ સમયે મારા કોઈ મિત્રો પણ નહોતા. હું લોકોને મળતી પણ નહોતી. હું જે પણ વ્યક્તિને ઓળખતી હતી તેમનાથી હું દુર થઈ ગઈ હતી. મેં દરેક સાથે સંબંધ કાપી નાખ્યા હતા અને એમાં મારી ફૅમિલીનો પણ સમાવેશ થાય છે. હું તેમની સાથે બે અઠવાડિયામાં એક વાર વાત કરતી હતી. મારો અંત નક્કી જ હતો. હુ મારા રૂમમાં બેસી રહેતી. ટીવી જોતી, સુવાની કોશિશ કરતી અને આખો દિવસ બેસીને જોયા કરતી. હું એક ઝોમ્બી બની ગઈ હતી. હું એક ટિપિકલ ફિલ્મી ડિપ્રેસ્ડ ગર્લ જેવી હતી. હું દરરોજ દસ વાર રડતી હતી. હું હંમેશાં દુખી રહેતી અને રડતી રહેતી. મારી છાતીમાં હંમેશાં દુખાવો રહેતો અને એ જવાનું નામ સુદ્ધા નહોતો લેતો.’

આ પણ વાંચો : તૈમુર માટે કરીનાનો આ છે કરીઅર પ્લાન, જાણીને ચોંકી જશો

ડિપ્રેશનમાંથી બહાર નિકળવા તેના ભાઈએ તેને મદદ કરી હતી. આ વિશે વધુ જણાવતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મેં મારી જાત પર કામ કરવાનું શરૂ કર્યું હતું. હું પહેલાં કરતાં વધુ ફિટ બની હતી. મેં નક્કી કરી લીધુ હતું કે એક વાર હું આ દલદલમાં ફસાઈ તો કોઈ દિવસ બહાર નહીં નીકળી શકિશ અને એથી જ મેં મારી લાઇફને મારા હાથમાં લઈ લીધી હતી.’

parineeti chopra bollywood news