Panipat Sanjay Dutt Look:જુઓ સંજય દત્તનો વૉરિયર લૂક, દિકરીએ કરી પ્રશંસા

04 November, 2019 12:14 PM IST  |  મુંબઈ

Panipat Sanjay Dutt Look:જુઓ સંજય દત્તનો વૉરિયર લૂક, દિકરીએ કરી પ્રશંસા

પાણીપતમાં સંજય દત્ત

સંજય દત્ત અને અર્જુન કપૂરની ફિલ્મ પાણીપતનું બીજું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. બાબાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી તેને શેર કર્યું છે. આ પોસ્ટરમાં તેઓ વૉરિયરના લૂકમાં નજર આવી રહ્યા છે, જે ખૂબ જ દમદાર લાગી રહ્યો છે. ફિલ્મમાં સંજય અફઘાનિસ્તાનના સુલતાનના કિરદારમાં છે જેનું નામ છે અહમદ શાહ અબ્દાલી. પોસ્ટર સાથે સંજય દતે એ પણ જાણકારી આપી છે કે ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવશે.


સંજય દત્તના પોસ્ટર પર તેની દિકરી ત્રિશલા દતે કમેન્ટ કરીને વખાણ કર્યા છે. પોસ્ટર પર કમેન્ટ કરીને ત્રિશલાએ લખ્યું છે કે, લવ યુ..તમે ખૂબ જ શાનદાર લાગી રહ્યા છો.

તમને જણાવી દઈએ કે ફિલ્મમાં સંજય અને અર્જુલ સાથે કૃતિ સેનન અને જીનત અમાન પણ લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મનું બીજું પોસ્ટર છે. આ પહેલા જે પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું તેમાં યુદ્ધ થતું નજર આવી રહ્યું હતું.

આ પણ વાંચોઃ ધમાકેદાર નવેમ્બર માટે થઈ જાઓ તૈયાર..આવી રહી છે મોટી ગુજરાતી ફિલ્મો....

આવી છે ફિલ્મની વાર્તા...
આ ફિલ્મની કહાની પાણીપતની ત્રીજી લડાઈ પર આધારિત છે, જે 14 જાન્યુઆરી 1761ના દિવસે થઈ હતી. આ લડાઈ મરાઠાઓ અને અફઘાનિસ્તાનના સુલતાન અહમદ અલી શાહ અબ્દાલી વચ્ચે પાણીપતમાં થઈ હતી. અર્જુન ફિલ્મમાં સદાશિવ રાવ ભાઊના કિરદારમાં છે, જે પેશવા બાજીરાવ પ્રથમના ભત્રીજા અને મરાઠા સેનાના કમાન્ડર ઈન ચીફ હતા. તો, સંજય દત્ત અફઘાન સુલતાનના રોલમાં દેખાશે. ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

sanjay dutt arjun kapoor zeenat aman kriti sanon