Panga Box Office Collection Day 1: પહેલા દિવસે કરી આટલી કમાણી...

25 January, 2020 04:38 PM IST  |  Mumbai Desk

Panga Box Office Collection Day 1: પહેલા દિવસે કરી આટલી કમાણી...

કંગના રણૌત સ્ટારર ફિલ્મ 'પંગા' માટે બૉક્સ ઑફિસ પર શરૂઆત જ સારી નથી રહી. ફિલ્મને આસા પ્રમાણેના દર્શકો મળ્યા નથી. વુમન ઓરિએન્ટેડ હોવા છતાં ફિલ્મ આ કેટેગરીમાં પણ પાછળ જ રહી. કંગના અને ટ્રેડ પંડિતો, બન્નેની આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પણ શુક્રવારે 'પંગા' બૉક્સ ઑફિસ પર પંગો લઈ શકી નહીં. ઓપનિંગના મામલામાં 'પંગા' તાજેતરમાં જ રિલીઝ થયેલી દીપિકા પાદુકોણ સ્ટારર 'છપાક'થી પણ પાછળ રહી.

ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શ પ્રમાણે, 'પંગા'ને 2.70 કરોડની ઓપનિંગ મળી. ફિલ્મને મલ્ટીપ્લેક્સમાં કેટલાક દર્શકો મળી રહ્યા છે. જો કે, ટીયર-1 અને ટીયર-2 શહેરોમાં કંઇ ખાસ રિસ્પૉન્સ નથી મળી રહ્યું, ફિલ્મને સિંગલ સ્ક્રીન પર પણ આશાઓ પ્રમાણેના દર્શકો નથી મળી રહ્યા. જો કે, કંગનાએ આગામી દિવસોથી આશાઓ હશે. શનિવાર અને રવિવારે બૉક્સ ઑફિસમાં ઉછાળ જોઇ શકાય છે. ગણતંત્ર દિવસની રજાનો લાભ 'પંગા'ને મળી શકે છે.

બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરે છે વુમન ઓરિએન્ટેડ ફિલ્મ
વુમન ઓરિએન્ટેડ ફિલ્મના મામલામાં કંગનાનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું. તનુ વેડ્સ મનુ રિટર્ન્સએ 152 કરોડના કલેક્શન કરીને રૅકૉર્ડ બનાવ્યો હતો. આ રૅકૉર્ડ હજી પણ જળવાયેલો છે. જો ઓપનિંગની વાત કરીએ, તો પણ કંગના પ્રદર્શન ઠીક છે. તેની ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સને 8.75 કરોડની ઓપનિંગ મળી હતી. આ સિવાય વર્ષ 2019માં આવેલી મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસીને 8.75 કરોડની શરૂઆત મળી હતી. કંગનાની ફિલ્મ પાસેથી આ વખતે પણ આવી જ આશા હતી. જો કે, તે આના પર ખરી ઉતરી શકી નહીં.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

જયાની છે સ્ટોરી
ફિલ્મમાં જયાની સ્ટોરી બતાવવામાં આવી છે, રેલવેમાં નોકરી કરે છે. પ્રવાસીઓને ટિકિટ આપવાની જૉબ છે. રેલવેમાં નોકરી તેને એટલા માટે મળી છે કારણકે તે કબડ્ડી નેશનલ ટીમની કૅપ્ટન રહી છે. તે, લગ્ન પછી ઘર-પરિવાર બાળકો અને નોકરીમાં ખોવાઇ જાય છે. તેના પછી પણ મેદાનમાં કમબૅક કરે છે અને ટીમ ઇન્ડિયા માટે રમે છે.
(બૉક્સ ઑફિસના બધા આંકડા koimoiમાંથી લેવામાં આવ્યા છે.)

kangana ranaut bollywood bollywood news bollywood gossips