PM Modi Box Office Collection day 3: કરી આટલી કમાણી

27 May, 2019 05:34 PM IST  | 

PM Modi Box Office Collection day 3: કરી આટલી કમાણી

PM Narendra modi

લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' શુક્રવારે 24 મેના રિલીઝ થઇ. ફિલ્મની કમાણી પર ધ્યાન આપીએ તો દેખાઇ આવે છે કે આશા કરતાં વધુ કમાણી આ ફિલ્મ કરી રહી છે. ફિલ્મની ત્રીજા દિવસની એટલે કે રનિનારની કમાણીના આંકડા જાહેર થયા છે. જેને જોઇને લાગે છે કે મોદીના વિજય બાદ નિર્માતાઓની બૉક્સ ઑફિસ પર કિસ્મત ચમકી છે.

રવિવારે પીએમ નરેન્દ્ર મોદીની કમાણીમાં વધારો જોવી મળી રહ્યો છે. ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શ પ્રમાણે રવિવારે ફિલ્મે 5.12 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જાહેર છે કે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ લોકોને ઘણી ગમી રહી છે.

ચુંટણીના કારણે ફિલ્મની રીલિઝ પાછી ઠેલાઇ હતી
જણાવીએ કે લોકસભા ચૂંટણી પહેલા આ ફિલ્મને લઇને ઘણા વિવાદો હતા. ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ લોકસભા ચૂંટણી દરમિયાન ફિલ્મ રિલીઝ અટકાવી દીધી હતી. પણ પરિણામ બાદ રિલીઝ થયેલી ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખૂબ જ શાનદાર ઓપનિંગ કરી. ટ્રેડ એક્સપર્ટ્સને પણ આવી ઓપનિંગનો અંદાજો નહોતોય પહેલા દિવસે એક કરોડની કમાણીનો અનુમાન હતો. પણ તરણ આદર્શે જે આંકડા આપ્યા છે તેમાં ફિલ્મે પહેલા દિવસે 2.88 કરોડ, બીજા દિવસે ફિલ્મે 3.76 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવાર સુધીની કુલ કમાણીની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ વીકએન્ડમાં 11.76 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્મને ક્રિટિક્સે ખાસ પ્રતિસાદ આપ્યો નથી
આમ તો વિવેક ઑબેરોય સ્ટારર ફિલ્મને ક્રિટિક્સે ખરાબ રિસ્પોન્સ આપ્યો હતો. પણ મોદી લહેરનો ફિલ્મને ઘણો ફાયદો થઇ રહ્યો છે. તરણ આદર્શે પોતાના ટ્વીટમાં લખ્યું કે ફિલ્મ મેટ્રો સિટીઝમાં સારું પ્રદર્શન કરી રહી છે જેને કારણે ઘણો ફાયદો થઇ રહ્યો છે. જો કે તરણે એ પણ કહ્યું છે કે, ફિલ્મે બિઝનેસમાં તેજી લાવવાની જરૂર છે.

આ પણ વાંચો : PM Narendra Modi Box Office Collection: પહેલા દિવસે કરી આટલી કમાણી

જણાવીએ કે, ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર આધારિત છે. જેમાં નરેન્દ્ર મોદીના શરૂઆતના જીવનથી લઇને ભારતના વડાપ્રધાન બનવા સુધીના પ્રવાસને દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે, જ્યારે વડાપ્રધાનનું મુખ્ય પાત્ર વિવેક ઑબેરોયે ભજવ્યું છે.

narendra modi vivek oberoi bollywood entertaintment bollywood news bollywood events bollywood gossips