પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનસે ફેંકી દીધી પાણીમાં, જુઓ વીડિયો

23 July, 2019 02:11 PM IST  |  મુંબઈ

પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનસે ફેંકી દીધી પાણીમાં, જુઓ વીડિયો

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈએ જ પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો છે. પ્રિયંકાના જન્મદિવસને પાંચ દિવસ વીતી ચૂક્યા છે, તેમ છતાંય આ બર્થ ડે સેલિબ્રેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર હજી પણ છવાયેલા છે. પહેલા નિક અને પ્રિયંકાએ જન્મદિવસે આપેલી પાર્ટીમાં પ્રિયંકા રેડ ડ્રેસમાં દેખાઈ, તે ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા. બાદમાં પ્રિયંકા ચોપરા, પતિ નિક જોનસ, બહેન પરિણીતિ ચોપરા, માતા મધુ ચોપરા અને ખાસ મિત્રો સાથે માયામી ટૂર પર ગઈ.

માયામી બીચ પર બોટમાં મસ્તી કરતા એક્ટ્રેસના કેટલાક બોલ્ડ ફોટોઝ સામે આવ્યા. કેટલાક ફોટોઝમાં તે પિંક સ્વિમ સ્યૂટમાં બાઈક રાઈડ કરતી દેખાઈ, તો કેટલાકમાં તે પતિ સાથે રિલેક્સ મૂડમાં દેખાઈ. પરંતુ આ તમામ વચ્ચે પ્રિયંકા ચોપરાનો એક એવો ફોટો પણ સામે આવ્યો, જેમાં તે દરિયામાં દેખાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે દરિયામાં તે જાતે નથી પડી, પરંતુ પતિ નિક જોનસે તેને ધક્કો મારી દીધો હતો.

વાઈરલ થયેલા આ ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નિક પોતાના ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા છે અને પ્રિયંકા પાણીમાં પડી રહી છે. જો તમે આ તસવીર ધ્યાનથી જોશો તો તમને નિકનો હાથ દેખાશે, જેમાં તેમણે પ્રિયંકાનો પગ પકડેલો છે. આ ફોટો પરથી સ્પષ્ટ છે કે નિક જોનસ પ્રિયંકાને પાણીમાં ફેંકી રહ્યા છે. જો કે નિકે પ્રિયંકાને માત્ર મસ્તી મસ્તીમાં જ પાણીમાં ધક્કો માર્યો હતો. આ ફોટો ઉપરાંત એક્ટ્રેસનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાણીમાં ડૂબેલી છે અને તેનો ફક્ત ચહેરો જ દેખાઈ રહ્યો છે.

આ પહેલા પ્રિયંકાનો એક ફોટો સામે આવ્યો હતો, જેના કારણે તે ખૂબ જ ટ્રોલ થઈ હતી. એક ફોટમાં પ્રિયંકા પોતાના ફોટોમાં નિક અને મધુ ચોપરા સાથે સિગરેટ પીતી દેખાઈ રહી હતી. લોકોએ પ્રિયંકા ચોપરાના આ ફોટોને ખૂબ જ ટ્રોલ કર્યો હતો. 

આ પણ વાંચોઃ Happy Bhavsar:નામ પ્રમાણે જ ખુશમિજાજ રહે છે 'શ્યામલી'ની 'લજ્જા'

priyanka chopra Nick Jonas bollywood entertaintment