Happy Bhavsar:નામ પ્રમાણે જ ખુશમિજાજ રહે છે 'શ્યામલી'ની 'લજ્જા'

Jul 22, 2019, 16:38 IST
  • નામ પ્રમાણે ખુશમિજાજ રહેતા, હસ્તા અને હસાવતા રહેતા હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમણે સ્કૂલનો અભ્યાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી કર્યો છે.  તસવીરમાંઃ જરા ઓળખો તો !

    નામ પ્રમાણે ખુશમિજાજ રહેતા, હસ્તા અને હસાવતા રહેતા હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમણે સ્કૂલનો અભ્યાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી કર્યો છે. 

    તસવીરમાંઃ જરા ઓળખો તો !

    1/17
  • રસપ્રદ વાત એ છે કે હેપ્પી ભાવસારને આર્ટ્સમાં રસ હતો, તેમ છતાંય ફ્રેન્ડઝ સાથે રહેવા માટે તેમણે 11-12નો અભ્યાસ કોમર્સમાં કર્યો. જો કે આખરે પિતાના સમજાવ્યા બાદ તેમણે ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું. તસવીરમાંઃ બાળપણથી જ હેપ્પીની સ્માઈલ છે ક્યૂટ 

    રસપ્રદ વાત એ છે કે હેપ્પી ભાવસારને આર્ટ્સમાં રસ હતો, તેમ છતાંય ફ્રેન્ડઝ સાથે રહેવા માટે તેમણે 11-12નો અભ્યાસ કોમર્સમાં કર્યો. જો કે આખરે પિતાના સમજાવ્યા બાદ તેમણે ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું.

    તસવીરમાંઃ બાળપણથી જ હેપ્પીની સ્માઈલ છે ક્યૂટ 

    2/17
  • આ અંગે વાત કરતા હેપ્પીનું કહેવું છે કે,'પપ્પાએ મને કહ્યું હતું કે આ કરિયર છે, અહીં પ્રેક્ટિકલ વિચારવું પડે. આખરે પપ્પા મને એચ. કે કોલેજો જોવા લઈ ગયા. ત્યાંના હોલ, લાઈબ્રેરી, ઓડિટોરિયમ જોયા બાદ મને ગમ્યું અને મેં ત્યાં એડમિશન લીધું.'

    આ અંગે વાત કરતા હેપ્પીનું કહેવું છે કે,'પપ્પાએ મને કહ્યું હતું કે આ કરિયર છે, અહીં પ્રેક્ટિકલ વિચારવું પડે. આખરે પપ્પા મને એચ. કે કોલેજો જોવા લઈ ગયા. ત્યાંના હોલ, લાઈબ્રેરી, ઓડિટોરિયમ જોયા બાદ મને ગમ્યું અને મેં ત્યાં એડમિશન લીધું.'

    3/17
  • હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત પણ એચ. કે. આર્ટ્સ કોલેજથી જ કરી. તે સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા, હેપ્પી ભાવસારે તેમની સાથે નાટકો કરવાની શરૂઆત કરી. 

    હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત પણ એચ. કે. આર્ટ્સ કોલેજથી જ કરી. તે સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા, હેપ્પી ભાવસારે તેમની સાથે નાટકો કરવાની શરૂઆત કરી. 

    4/17
  • હેપ્પી ભાવસારને ગ્રેજ્યુએશન દરમિયાન જ 'મહાત્મા બોમ્બ' નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. હેપ્પીનું કહેવું છે કે,'આ એવોર્ડે મારા માટે પમ્પનું કામ કર્યું અને એક્ટિંગમાં હું આગળ વધતી ગઈ.' ગ્રેજ્યુએશન બાદ હેપ્પી ભાવસાર ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલ અને ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક્સની ડિગ્રી મેળવી ચૂક્યા છે.

    હેપ્પી ભાવસારને ગ્રેજ્યુએશન દરમિયાન જ 'મહાત્મા બોમ્બ' નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. હેપ્પીનું કહેવું છે કે,'આ એવોર્ડે મારા માટે પમ્પનું કામ કર્યું અને એક્ટિંગમાં હું આગળ વધતી ગઈ.' ગ્રેજ્યુએશન બાદ હેપ્પી ભાવસાર ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલ અને ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક્સની ડિગ્રી મેળવી ચૂક્યા છે.

    5/17
  • હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ શ્યામલીથી કર્યો. 'શ્યામલી' લવ ટ્રાયેંગલ બેઝ્ડ હતી, જો કે તેમાં હેપ્પીનું પાત્ર 'લજ્જા' ઘર ઘરમાં જાણીતું બન્યું. શ્યામલી બાદ હેપ્પી મારા સાજણજી, મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલ્સ કરી ચૂક્યા છે. તો રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક 'પ્રિત પિયુને પાનેતર'ના 500થી વધુ શો કરી ચૂક્યા છે.   તસવીરમાંઃ પ્રિત પિયુને પાનેતરના સેટ પર રાગી જાની અને સૌનક વ્યાસ સાથે હેપ્પી ભાવસાર 

    હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ શ્યામલીથી કર્યો. 'શ્યામલી' લવ ટ્રાયેંગલ બેઝ્ડ હતી, જો કે તેમાં હેપ્પીનું પાત્ર 'લજ્જા' ઘર ઘરમાં જાણીતું બન્યું. શ્યામલી બાદ હેપ્પી મારા સાજણજી, મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલ્સ કરી ચૂક્યા છે. તો રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક 'પ્રિત પિયુને પાનેતર'ના 500થી વધુ શો કરી ચૂક્યા છે.

     

    તસવીરમાંઃ પ્રિત પિયુને પાનેતરના સેટ પર રાગી જાની અને સૌનક વ્યાસ સાથે હેપ્પી ભાવસાર 

    6/17
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે 'પ્રિત પિયુને પાનેતર'માં હેપ્પી ભાવસારે જે મંગળાનું પાત્ર ભજવ્યું છે, તે એક સમયે તેમના મમ્મી પણ ભજવતા હતા.   

    તમને જાણીને આશ્ચર્ય થશે કે 'પ્રિત પિયુને પાનેતર'માં હેપ્પી ભાવસારે જે મંગળાનું પાત્ર ભજવ્યું છે, તે એક સમયે તેમના મમ્મી પણ ભજવતા હતા. 

     

    7/17
  • આ સિરિયલ અને નાટકો બાદ હેપ્પી ભાવસારે વિજયગિરી બાવાની ફિલ્મ 'પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર'થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો. આ ફિલ્મ માટે તેમને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલનો એવોર્ડ મળ્યો છે. તો વિજયગિરી બાવા સાથે જ હેપ્પી 'મહોતું' નામની શોર્ટ ફિલ્મ કરી ચૂક્યા છે. 

    આ સિરિયલ અને નાટકો બાદ હેપ્પી ભાવસારે વિજયગિરી બાવાની ફિલ્મ 'પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર'થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો. આ ફિલ્મ માટે તેમને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલનો એવોર્ડ મળ્યો છે. તો વિજયગિરી બાવા સાથે જ હેપ્પી 'મહોતું' નામની શોર્ટ ફિલ્મ કરી ચૂક્યા છે. 

    8/17
  • આ ઉપરાંત હેપ્પી ભાવસારને મધુ રાય લિખિત અભિનય બેન્કરે ડિરેક્ટ કરેલા નાટક કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો માટે બેસ્ટ એક્ટ્રેસ અને નરસિંહ મહેતામાં 'મહેતી'ના નેગેટિવ રોલ માટે એવોર્ડ મળી ચૂક્યા છે. 

    આ ઉપરાંત હેપ્પી ભાવસારને મધુ રાય લિખિત અભિનય બેન્કરે ડિરેક્ટ કરેલા નાટક કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો માટે બેસ્ટ એક્ટ્રેસ અને નરસિંહ મહેતામાં 'મહેતી'ના નેગેટિવ રોલ માટે એવોર્ડ મળી ચૂક્યા છે. 

    9/17
  • હેપ્પી ભાવસાર એક્ટિંગની સાથે સાથે ડબિંગમાં પણ એક્કા છે. તેઓ આકાશવાણી ઉપરાંત ઈ લર્નિંગ પ્રોગ્રામ્સ માટે વોઈસ ઓવર કરે છે. તસવીરમાંઃ શોર્ટ ફિલ્મ 'મહોતું'નું એક દ્રશ્ય 

    હેપ્પી ભાવસાર એક્ટિંગની સાથે સાથે ડબિંગમાં પણ એક્કા છે. તેઓ આકાશવાણી ઉપરાંત ઈ લર્નિંગ પ્રોગ્રામ્સ માટે વોઈસ ઓવર કરે છે.

    તસવીરમાંઃ શોર્ટ ફિલ્મ 'મહોતું'નું એક દ્રશ્ય 

    10/17
  • હેપ્પી ભાવસારે જાણીતા ગુજરાતી એક્ટર, આરજે મૌલિક નાયક સાથે લગ્ન  કર્યા છે. હેપ્પી મૌલિક નાયક થવું એને હેપ્પી પોતાના જીવનની સૌથી રસપ્રદ ઘટના ગણાવે છે. સાથે જ તેમની લવસ્ટોરી પણ ઈન્ટ્રેસ્ટિંગ રહી છે. 

    હેપ્પી ભાવસારે જાણીતા ગુજરાતી એક્ટર, આરજે મૌલિક નાયક સાથે લગ્ન  કર્યા છે. હેપ્પી મૌલિક નાયક થવું એને હેપ્પી પોતાના જીવનની સૌથી રસપ્રદ ઘટના ગણાવે છે. સાથે જ તેમની લવસ્ટોરી પણ ઈન્ટ્રેસ્ટિંગ રહી છે. 

    11/17
  • લવ સ્ટોરી વિશે વાત કરતા હેપ્પી કહે છે,'મૌલિક સાથે લગ્ન એ એક સપનું પુરુ થયા સમાન છે, મારી લવ સ્ટોરી કમ્પલિટ કરવામાં વિજયગિરી બાવા, ટ્વિંકલ બાવા, આરોહી, મયુરસિંહ સોલંકી, મેહુલ સોલંકી આ મિત્રોનો મોટો હાથ છે.'

    લવ સ્ટોરી વિશે વાત કરતા હેપ્પી કહે છે,'મૌલિક સાથે લગ્ન એ એક સપનું પુરુ થયા સમાન છે, મારી લવ સ્ટોરી કમ્પલિટ કરવામાં વિજયગિરી બાવા, ટ્વિંકલ બાવા, આરોહી, મયુરસિંહ સોલંકી, મેહુલ સોલંકી આ મિત્રોનો મોટો હાથ છે.'

    12/17
  • હેપ્પી મૌલિક નાયક કહે છે કે તેમની લવસ્ટોરી ફિલ્મી રહી છે. 'મારી બહેન અનોખી અને મૌલિક ગુજરાત યુનિવર્સિટીમાં સાથે ભણતા હતા. ત્યારે મેં મૌલિકનું ખૂબ નામ સાંભળ્યું હતું. એક્ટિંગના જબરજસ્ત વખાણ સાંભળ્યા હતા. એક દિવસ યુનિવર્સિટી કેમ્પસમાં પહેલીવાર અમે મળ્યા.'

    હેપ્પી મૌલિક નાયક કહે છે કે તેમની લવસ્ટોરી ફિલ્મી રહી છે. 'મારી બહેન અનોખી અને મૌલિક ગુજરાત યુનિવર્સિટીમાં સાથે ભણતા હતા. ત્યારે મેં મૌલિકનું ખૂબ નામ સાંભળ્યું હતું. એક્ટિંગના જબરજસ્ત વખાણ સાંભળ્યા હતા. એક દિવસ યુનિવર્સિટી કેમ્પસમાં પહેલીવાર અમે મળ્યા.'

    13/17
  • આગળ હેપ્પી કહે છે કે,'પહેલીવાર મળ્યો ત્યારે જ મને મૌલિક ગમ્યો હતો. પછી અમે નાટકોમાં મળતા રહ્યા. ઓળખાણ થતી ગઈ. એક વખત એવું લાગ્યું કે મને મૌલિક ગમે છે. પછી મિત્રોએ અમને ભેગા કરવાના પ્રયત્નો કર્યા. અને લગ્ન પાછળ પણ આ જ મિત્રોનો સૌથી મોટો હાથ છે' તસવીરમાંઃઆરોહી પટેલ સાથે હેપ્પી ભાવસાર 

    આગળ હેપ્પી કહે છે કે,'પહેલીવાર મળ્યો ત્યારે જ મને મૌલિક ગમ્યો હતો. પછી અમે નાટકોમાં મળતા રહ્યા. ઓળખાણ થતી ગઈ. એક વખત એવું લાગ્યું કે મને મૌલિક ગમે છે. પછી મિત્રોએ અમને ભેગા કરવાના પ્રયત્નો કર્યા. અને લગ્ન પાછળ પણ આ જ મિત્રોનો સૌથી મોટો હાથ છે'

    તસવીરમાંઃઆરોહી પટેલ સાથે હેપ્પી ભાવસાર 

    14/17
  • હેપ્પી કહે છે કે લગ્ન બાદ પણ મારી લાઈફ સ્હેજ પણ નથી બદલાઈ. મારા સાસુ સસરા સહિતનો મારો પરિવાર ખૂબ જ સપોર્ટ કરે છે. ક્યારેક તો સાસુ કહે છે કે બેટા નાટક કેમ નથી કરતા. એટલે હું મારી જાતને ખૂબ જ લકી માનું છું. 

    હેપ્પી કહે છે કે લગ્ન બાદ પણ મારી લાઈફ સ્હેજ પણ નથી બદલાઈ. મારા સાસુ સસરા સહિતનો મારો પરિવાર ખૂબ જ સપોર્ટ કરે છે. ક્યારેક તો સાસુ કહે છે કે બેટા નાટક કેમ નથી કરતા. એટલે હું મારી જાતને ખૂબ જ લકી માનું છું. 

    15/17
  • હેપ્પી મૌલિક નાયકનું કહેવું છે કે મને સાસુ સસરા નહીં ખરેખર મમ્મી પપ્પા મળ્યા છે.ટૂંક સમયમાં જ હેપ્પી ભાવસારની ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' અને 'મૃગતૃષ્ણા' રિલીઝ થવાની છે.  તસવીરમાંઃ અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ના સેટ પર હેપ્પી ભાવસાર

    હેપ્પી મૌલિક નાયકનું કહેવું છે કે મને સાસુ સસરા નહીં ખરેખર મમ્મી પપ્પા મળ્યા છે.ટૂંક સમયમાં જ હેપ્પી ભાવસારની ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' અને 'મૃગતૃષ્ણા' રિલીઝ થવાની છે. 

    તસવીરમાંઃ અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ના સેટ પર હેપ્પી ભાવસાર

    16/17
  • હેપ્પીના નામની પાછળ પણ એક નાનકડી સ્ટોરી છે. હેપ્પી કહે છે કે હું જન્મી ત્યારે રડતી નહોતી એટલે ડોક્ટર્સે ખૂબ પ્રયત્ન કર્યા, આખરે ચૂંટણી ખણી અને હું રડી. ત્યારે ડોક્ટર્સે પપ્પાને કહ્યું હતું Your Child is so Happy. બસ ત્યારે મારા મમ્મી પપ્પાએ હેપ્પી નામ પાડ્યું.

    હેપ્પીના નામની પાછળ પણ એક નાનકડી સ્ટોરી છે. હેપ્પી કહે છે કે હું જન્મી ત્યારે રડતી નહોતી એટલે ડોક્ટર્સે ખૂબ પ્રયત્ન કર્યા, આખરે ચૂંટણી ખણી અને હું રડી. ત્યારે ડોક્ટર્સે પપ્પાને કહ્યું હતું Your Child is so Happy. બસ ત્યારે મારા મમ્મી પપ્પાએ હેપ્પી નામ પાડ્યું.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

હેપ્પી ભાવસાર, ગુજરાતી સિરીયલ્સ, નાટકોના ચાહકો માટે આ નામ અજાણ્યું નથી. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય થયેલા હેપ્પી ભાવસાર હાલ ગુજરાતી ફિલ્મો કરી રહ્યા છે. ચાલો જાણીએ હેપ્પી ભાવસાર વિશે 

(Image Courtesy: Happy Bhavsar Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK