મારે ક્યારેય હીરોની સાઇડકિક નથી બનવુ : કંગના રનોટ

01 September, 2019 08:57 AM IST  |  મુંબઈ

મારે ક્યારેય હીરોની સાઇડકિક નથી બનવુ : કંગના રનોટ

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે હીરોને સામે શોભાનું પૂતળું બનવામાં તેને કોઈ રસ નથી. ૨૦૦૬માં આવેલી મહેશ ભટ્ટની ‘ગૅન્ગસ્ટર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર કંગના તેના બિન્દાસ પણા માટે ખૂબ જ જાણીતી છે. શું મોટા નામ અથવા તો બેનરને કારણે કોઈ પ્રેશર લાગે છે? આ સવાલનો જવાબ આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને એવુ નથી લાગતુ. તમે જેનાં માટે ઘણાં સમયથી પ્રયાસ કરતા હો અને જો તમને તમારી ઇચ્છા પ્રમાણેનું પરિણામ મળી જાય, તો તમારા માટે એને હળવાશથી ન લેવું જોઈએ. હું હંમેશાં એવુ કામ કરવા માગતી હતી કે જેમાં મને હીરોની સાઇડકીક ન બનવું પડે કારણ કે જ્યારે કોઈ ફિલ્મમાં મોટા હીરો હોય તો તમે સાઇડકીક બની જાવ છો. એથી મારા માટે હવે એ સમય આવી ગયો છે કે હું એને હળવાશથી લેવાનું બંધ કરું.’

કંગનાએ અલગ-અલગ પ્રકારની ઘમી ફિલ્મોમાં કામ કર્યું છે. મસાલા એન્ટરટેઇનર કે જેમાં ડાન્સ અને ગીતોનો સમાવેશ હોય એવી ફિલ્મો તેના કરીઅરમાં ખૂબ જ ઓછી છે. આ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘મને સિન્ગિંગ અને ડાન્સિંગથી કોઈ વાંધો નથી. જોકે મહિલાઓની મજાક કરવા માટે અથવા તો અન્ય વ્યક્તિને સારી દેખાડવા માટે મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તો એમાં મને તકલીફ છે. તમારે પોતાની રીતે આપમેળે આગ‍ળ વધવાનું છે.’

સ્ત્રી-પુરુષમાં થતાં ભેદભાવ પર પોતાનાં વિચાર વ્યક્ત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘સિન્ગિંગ અને ડાન્સિંગમાં પણ ભારે માત્રામાં સ્ત્રી અને પૂરુષ વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે. મને મ્યુઝીકલ ફિલ્મો કરવામાં કોઈ વાંધો નથી અને મેં તો ‘રંગુન’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં મોટા પ્રમાણમાં સિન્ગિંગ અને ડાન્સિંગનો સમાવેશ હતો. જોકે હું કોઈને સારા દેખાડવા માટે ફ્રોક પહેરીને કે વાળ ઉડતા રાખીને ફ્રેમમાં નહોતી. મને આવા પ્રકારની અસમાનતા નથી પસંદ.’

આ પણ વાંચો : રશ્મિ રૉકેટમાં વધુ એક એથ્લીટના પાત્રને જીવંત કરશે તાપસી પન્નુ

કેટલાક વિચારો કે અમુક પ્લાન મારા મનમાં ઘર કરી જાય છે. હું રિલેશનશિપમાં હોઉં તો પણ ઓબ્સેસ થઈ જાઉં છું. હું ખૂબ જ
ઓબ્સેસિવ વ્યક્તિ છું.

- કંગના રનોટ

kangana ranaut bollywood news queen