Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિ રૉકેટમાં વધુ એક એથ્લીટના પાત્રને જીવંત કરશે તાપસી પન્નુ

રશ્મિ રૉકેટમાં વધુ એક એથ્લીટના પાત્રને જીવંત કરશે તાપસી પન્નુ

31 August, 2019 08:21 AM IST | મુંબઈ

રશ્મિ રૉકેટમાં વધુ એક એથ્લીટના પાત્રને જીવંત કરશે તાપસી પન્નુ

તાપસી પન્નુ બનશે એથ્લિટ

તાપસી પન્નુ બનશે એથ્લિટ


તાપસી પન્નુ ‘રશ્મિ રૉકેટ’માં વધુ એક એથ્લિટની ભૂમિકામાં જોવા મળવાની છે. તાપસી ‘સાંડ કી આંખ’માં શાર્પ શૂટર પ્રકાશી તોમરનાં પાત્રને સાકાર કરવાની છે. સ્પોર્ટ્સ પર આધારિત આ ફિલ્મ દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે. હવે તેની આગામી ‘રશ્મિ રૉકેટ’નું પોસ્ટર તાપસીએ ટ્‍‍વિટર પર શૅર કર્યુ હતું. આ પોસ્ટરમાં તે સલવાર કુર્તામાં રણમાં દોડતી જોવા મળી રહી છે. તેની આસપાસ ઉંટ પણ છે. તેનાં હાથમાં અને ગળામાં ટેટૂ જોવા મળી રહ્યાં છે. તેણે નોઝ રિંગ પહેરી છે. તેનો લુક ગુજરાતની ગામડાની યુવતીનો હોય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મ રશ્મિ નામની એક યુવતીની છે જે તમામ બાધાઓને દૂર કરીને પોતાનાં સપનાઓને પૂરા કરવા માટે અથાક મહેનત કરે છે. આ ફિલ્મને ‘કારવાં’નાં ડિરેક્ટર આકર્ષ ખુરાના ડિરેક્ટ કરશે. ફિલ્મનાં સહ પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલા છે. પોતાનાં લુકનાં ફોટોઝ ટ્‍‍વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘ઓન યોર માર્ક્સ ગેટ સેટ. હાલો. ઉત્તેજીત, જીદ્દી અને નિર્ભય રશ્મિ રોકેટને મળો. મોશન પોસ્ટર માટે લેઝલી લુઇસે મ્યુઝીક આપ્યુ છે. અમે જલદી જ શૂટિંગ શરૂ કરવાના છીએ.’

આ પણ વાંચોઃ Saaho Movie Review:ઍક્શનનો આઇટમ-બૉમ્બ સ્ટોરીનું સુરસુરિયું


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 08:21 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK