શાહરુખ ખાનની નેટફ્લિક્સની સિરીઝ 'બેતાલ'નું શૂટિંગ પુરુ

23 January, 2020 04:26 PM IST  |  મુંબઈ

શાહરુખ ખાનની નેટફ્લિક્સની સિરીઝ 'બેતાલ'નું શૂટિંગ પુરુ

તસવીર સૌજન્ય: Aahana Kumra Tweet

નેટફ્લિક્સની અપકમિંગ વેબસિરીઝ 'બેતાલ'નું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે. આ વેબસિરીઝને શાહરુખ ખાન પણ કૉ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ વેબસિરીઝની અભિનેત્રી આહના કુમરાએ ટ્વિટર પર પોતાનો અને શાહરુખનો ફોટો શૅર કરીને શૂટિંગ પુરુ થયું હોવાની માહિતી આપી છે.

આહનાએ આ ફોટોમાં લક્યું છે,'બેતાલનું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે. પરંતું હું હજીય સરની સાથે ગઈકાલે રાત્રે થયેલી વાતચીતના જ વિચાર કરું છું. ફ્રેન્ડશિપ ડેની શુભકામનાઓ. થેન્કયુ.'

આ ઉપરાંત આહનાએ લખ્યું છે,'બેતાલનું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે. શોના શૂટિંગ દરમિાયન અમને બધાને ઘણું શીખવા મળ્યું છે. તેનો અનુભવ શાનદાર રહ્યો છે. અમે એકબીજા પાસેથી ઘણું શીખી શકીએ છીએ. આ તક મળવાથી હું ધન્ય થઈ છું.'

આ પણ વાંચોઃ Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન

આ વેબસિરીઝને ગ્રેહામે લખી છે અને તેઓ નિખિલ મહાજન સાથે કૉ ડિરેક્ટ કરી રહ્યા છે. તો વેબ સિરીઝને રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ, કે વર્મા અને નેટફ્લિક્સ પ્રોડ્યુસ કરી રહ્યા છે.

Shah Rukh Khan netflix bollywood web series