Neha Kakkar Song: લગ્નની ચર્ચાઓ વચ્ચે રિલીઝ થયું નવું ગીત

15 February, 2020 08:17 PM IST  |  Mumbai Desk

Neha Kakkar Song: લગ્નની ચર્ચાઓ વચ્ચે રિલીઝ થયું નવું ગીત

સિંગર નેહા કક્કડ છેલ્લા ઘણાં દિવસોથી આદિત્ય નારાયણ સાથે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. 'ઇન્ડિયન આઇડલ'ના સેટ પરથી બન્નેના ઘણાં રોમાન્ટિક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઈ રહ્યા હતા. હકીકતે, આ બધું બસ શૉની ટીઆરપી વધારવા માટે એક સ્ટન્ટ હતું બીજું કંઇ જ નહીં, જણાવીએ કે તાજેતરમાં જ નેહા કક્કડ અને આદિત્ય નારાયણનું 'ગોવા બીચ...' રિલીઝ થયું છે. તો હે નેહાનું નવું ગીત રિલીઝ થયું છે જે યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

નેહા કક્કડનું નવું ગીત 'ડેલી ડેલી...' રિલીઝ થઇ ગયું છે. આ ગીતમાં એક્ટ્રેસ અવનીત કૌર અને ટિકટૉક સ્ટાર રિયાઝ અલી રોમાન્સ કરતાં દેખાય છે. નેહા કક્કડનું આ નવું ગીત રિલીઝ થતાં જ યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. નેહા કક્કડના અવાજમાં આ ગીતને ચાહકો ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે. જણાવીએ કે, આ ગીતને અત્યાર સુધી 41 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : લોકોના દિલ પર રાજ કરનારી સિંગર નેહા કક્કરની અજાણી વાતો

જણાવીએ કે, તાજેતરમાં જ નેહા કક્કડ અને તેના ભાઇ ટોની કક્કડનું ગીત 'ગોવા બીચ' રિલીઝ થયું છે. આ ગીતમાં નેહા કક્કડ આદિત્ય નારાયણ સાથે રોમાન્સ કરતી દેખાઇ. જણાવીએ કે, આ ગીત દ્વારા પહેલી વાર નેહા કક્કડ અને આદિત્ય નારાયણ ઑન સ્ક્રીન સાથે દેખાયા છે.

neha kakkar aditya narayan bollywood bollywood news bollywood gossips youtube