નેહા ધુપિયા વજનને લઈને જરા પણ શરમ નથી અનુભવતી

03 February, 2019 10:07 AM IST  | 

નેહા ધુપિયા વજનને લઈને જરા પણ શરમ નથી અનુભવતી

નેહા ધુપિયા

નેહા ધુપિયા ફૅટ-શેમિંગને લઈને ક્યારે પણ શરમ કે ચિંતા નથી કરતી. તેનું કહેવું છે કે ફૅટ-શેમિંગને લઈને જે પણ ટ્રોલિંગ થાય છે એ ફકત સેલિબ્રિટીઝ માટે જ નહીં, દરેક વ્યક્તિ માટે બંધ થવું જોઈએ. નેહાએ ૨૦૧૮ની ૧૮ નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. એક મૅગેઝિનના કવર પર લખ્યું હતું કે પ્રેગનન્સી બાદ નેહા ધુપિયાનું વજન ખૂબ જ વધી ગયું છે. આ મૅગેઝિનનો ફોટો શૅર કરતાં ફૅટ-શેમિંગને લઈને નેહાએ ટ્વીટ કર્યું હતું કે ‘ફૅટ- શેમિંગથી મને કોઈ ફરક પડતો ન હોવાથી હું એ વિશે કોઈને પણ સ્પષ્ટીકરણ આપવા માગતી નથી. જોકે આને હું મોટી સમસ્યા તરીકે સંબોધિત કરવા માગું છે. ફૅટ-શેમિંગને લઈને થતી ટ્રોલિંગ માત્ર સેલિબ્રિટીઝ માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે બંધ થવી જોઈએ.

આ પણ વાંચો : યુવાનો અમારા માટે સારાં પાત્રો લખે એવી આશા રાખું છું : ફરીદા જલાલ

એક મમ્મી તરીકે હું મારી દીકરી માટે ફિટ, હેલ્ધી અને ઍનર્જેટિક રહેવા માગું છું. એથી હું દરરોજ વર્કઆઉટ કરું છું. ક્યારેક દિવસમાં બે વાર પણ વર્કઆઉટ કરું છું. મારા માટે ફિટનેસ પ્રાથમિકતા છે, પરંતુ સોસાયટીના સ્ટાન્ડર્ડ એટલે કે લૂક માટે મહત્વનું નથી. આશા રાખું છું કે લોકો આïવી કઠોર અને અપમાનજનક કમેન્ટ્સ કરતાં પહેલાં વિચાર કરશે.’

neha dhupia bollywood news