યુવાન છોકરીઓથી શું કામ ઇર્ષ્યા થઈ રહી છે નીના ગુપ્તાને?

31 December, 2019 12:35 PM IST  |  Mumbai

યુવાન છોકરીઓથી શું કામ ઇર્ષ્યા થઈ રહી છે નીના ગુપ્તાને?

નીના ગુપ્તા

નીના ગુપ્તાને યુવાન છોકરીઓથી ઇર્ષ્યા થઈ રહી છે. આ પાછળનું કારણ એ છે કે તેમની પાસે પોતાની પ્રતિભા દેખાડવા માટે વિવિધ પ્લૅટફૉર્મ્સ તો છે જ, પરંતુ સાથે જ તેમને કામ પણ સારુ મળી રહ્યુ છે. નીના ગુપ્તા ‘બધાઇ હો’, ‘મુલ્ક’ અને ‘વીરે દી વેડિંગ’માં જોવા મળી હતી. પોતાને મળી રહેલા રોલ્સ પર ખુશી વ્યક્ત કરતા નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું કે મને નોંધપાત્ર રોલ મળી રહ્યા છે. મને લાગે છે કે મને લાઇફમાં નવો ચાન્સ મળ્યો છે. હું પોતાને ઍનરજેટિક અને ખુશ માની રહી છું. સાથે જ હું એ વાતને લઈને પણ દુખી છું કે હું થોડી યંગ હોવી જોઈતી હતી કારણ કે હાલમાં ઘણાં બધા પ્લૅટફૉર્મ્સ અને ઘણું કામ મળવાની શક્યતાઓ છે. આથી જે રીતે યુવાન છોકરીઓને સારુ કામ મળી રહ્યું છે એને લઈને મને તેમની ઇર્ષ્યા થઈ રહી છે.’

‘બધાઇ હો’માં તેને અચાનક જ કામ મળી ગયુ હતું. એ વિશે જણાવતાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘મને ‘બધાઇ હો’માં કામ અચાનક જ મળી ગયુ હતું. જો મારા બદલે કોઈ અન્ય ઍક્ટરે એ રોલ કર્યો હોત તો હું આજે પણ એક જ ઠેકાણે સ્થિર હોત. ફિલ્મો તો એક પ્રકારનો બિઝનેસ છે. તેઓ જે સફળ રહેતાં હોય તેમને જ ફિલ્મમાં સામેલ કરે છે. મારે એમ કરવું છે અમે મારે તેમ કરવું છે એવું હું કહેવા જાઉં તો મને કામ નહીં મળે.

આ પણ વાંચો : સારા સાથેના બ્રેકઅપને લઈને ચૂપકી સાધી કાર્તિક આર્યને

તમે કેટલા સેલેબલ છો એના પર બધો આધાર રાખે છે. ‘બધાઇ હો’ સારી ના ચાલી હોત તો મને મોટી ઑફર્સ ના મળી હોત. મને આજે પણ કામ ના મળ્યુ હોત. આ એક બિઝનેસ છે. કોઈ ઇમોશનલ નથી હોતું. મને ટેલિવિઝન પર પણ કામ નથી મળતુ. જોકે હું જ્યારે પણ ત્યાં જાઉં છું લોકો મને માન તો આપે જ છે, પરંતુ કોઈ કામ નથી આપતું.’

neena gupta bollywood news entertaintment