સરોગસી પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે: પત્રલેખા

15 May, 2019 10:21 AM IST  |  મુંબઈ

સરોગસી પ્રત્યેનો અભિગમ બદલવાની જરૂર છે: પત્રલેખા

પત્રલેખા

પત્રલેખાનું કહેવું છે કે વર્તમાન સમયમાં સરોગસી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. પત્રલેખાની ‘બદનામ ગલી’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. પત્રલેખા એમાં એક સરોગેટ મધરના પાત્રમાં જોવા મળી રહી છે. સરોગસીને સકારાત્મકતા સાથે અપનાવવાની વાત કરતાં પત્રલેખાએ કહ્યું હતું કે ‘સરોગસી હજી પણ એક સમસ્યા બની છે. હું પર્સનલી કહું તો મારા માટે આ એક મોટી વસ્તુ છે. એને હું પૉઝિટિવ દિશામાં સ્વીકારું છું.

આ પણ વાંચો : હું કૉમેડી રોલ ભજવવા માટે બહુ ઉત્સુક છું: નીના ગુપ્તા

મને ખબર નથી પડતી કે શું કામ સરોગસી એક સમસ્યા બની છે. હું એવા અનેક લોકોને જાણું છું જે સરોગસીને અપનાવે છે અને તેઓ ખુશ પણ છે. સમાજમાં ફેલાયેલી આ બાબતને અને કેટલાક સવાલોને મેકર્સે ખૂબ જ મહત્ત્વ આપતાં રજૂ કર્યાં છે. તેમણે આ વિષયને ડાર્ક કે અપ્રિય રીતે રજૂ નથી કર્યો. આ મુદ્દાને ફન અને કૉમિક રીતે બનાવ્યો છે.’

patralekha bollywood news