હું કૉમેડી રોલ ભજવવા માટે બહુ ઉત્સુક છું: નીના ગુપ્તા

Published: May 15, 2019, 10:11 IST | મુંબઈ

‘બધાઈ હો’માં આધેડ વયની મહિલાનું પાત્ર ભજવીને પોતાના અભિકનયથી લોકોનાં દિલ જીતનાર નીના ગુપ્તાનું કહેવું છે કે તે હવે કૉમૅડી રોલ ભજવવા માટે ઉત્સાહી છે.

નીના ગુપ્તા
નીના ગુપ્તા

‘બધાઈ હો’માં આધેડ વયની મહિલાનું પાત્ર ભજવીને પોતાના અભિકનયથી લોકોનાં દિલ જીતનાર નીના ગુપ્તાનું કહેવું છે કે તે હવે કૉમૅડી રોલ ભજવવા માટે ઉત્સાહી છે. તે‌ણે અનેક વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે. નીના હવે ‘સૂર્યવંશી’માં અક્ષયકુમારની મમ્મીના રોલમાં જોવા મળવાની છે. કૉમેડી રોલ કરવામાં રસ હોવાનું જણાવતાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘મારે હવે કૉમૅડી રોલ ભજવવા છે. ખરું કહું તો મને કૉમેડીમાં જ ખૂબ ઇન્ટરેસ્ટ છે. હું એ પણ જાણું છું કે મારી પાસે સારું કૉમિક ટાઇમિંગ પણ છે. હું સિચુએશનલ કૉમેડીમાં હાથ અજમાવવા માગું છું. પહેલાં સ્થિતિ અલગ હતી. જો તમે એક પણ કૉમેડી રોલ કરો તો તમારા પર એ ટૅગ લાગી જતો. એ વસ્તુનો હું પહેલાં સામનો કરી ચૂકી છું. જોકે હવે એ દિવસો પણ નથી રહ્યા. એથી હું હવે કૉમેડી રોલ કરવા માટે ઉત્સુક છું.’

નીના ગુપ્તાને હવે ઘણું કામ મળી રહ્યું છે. પોતાને સારી ઑફર્સ મળી રહી છે એવું જણાવતાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘મારી કરીઅરનો આ બિઝિએસ્ટ તબક્કો છે. મને સારી ઑફર્સ મળી રહી છે અને હું સારી સ્ટોરીઝનો ભાગ બની રહી છું. હાલના તબક્કે હું મારી ઍક્ટિંગને ખૂબ એન્જૉય કરી રહી છું. મેં જે પણ પ્લાન કર્યા છે જેમ કે ડિરેક્શનમાં ઊતરવાનો એ હું બાદમાં કરીશ. મને ડિરેક્શન કરવું પણ ગમે છે. જોકે હું ફિલ્મોની ઑફર્સ છોડવા નથી માગતી. એથી હું મારી ઍક્ટિંગ પર જ ફોકસ કરું છું.’

આ પણ વાંચો : પીયૂષ ગોયલની કમેન્ટનો વળતો જવાબ આપ્યો રિતેશ દેશમુખે

મમ્મીના પાત્રને અલગ રીતે લખવાની તરફદારી કરતાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘બે મમ્મી કદી પણ એકસરખી નથી હોતી. એવી મમ્મીઓ છે જેણે પોતાના પરિવાર માટે પોતાનાં સપનાંઓનું બલિદાન આપ્યું છે. એનો તેમને ખૂબ વસવસો પણ હોય છે. એવી પણ મમ્મીઓ છે જે કરીઅર પર ધ્યાન આપે છે. એના માટે તેમને કોઈ પસ્તાવો નથી થતો. મારો કહેવાનો અર્થ એ છે કે વાસ્તવ જીવનમાં જ્યારે આપણી પાસે અનેક વરાઇટીઝ છે તો રીલ મધર્સને પણ સ્ક્રીન પર એ રીતે જ દેખાડવી જોઈએ ખરુંને? હું ખુશ છું કે આ થઈ રહ્યું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK