ફિલ્મોમાં કન્ટેન્ટ પર વધુ ધ્યાન આપવાની જરૂર : મધુર ભંડારકર

20 May, 2019 11:02 AM IST  |  મુંબઈ

ફિલ્મોમાં કન્ટેન્ટ પર વધુ ધ્યાન આપવાની જરૂર : મધુર ભંડારકર

મધુર ભંડારકર

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલા મધુર ભંડારકરનું કહેવું છે કે આપણે ફિલ્મોની કન્ટેન્ટ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમનું એમ પણ માનવું છે કે આપણી ફિલ્મોને વૈશ્વિક સ્તરે ઓળખ મળે એવી ફિલ્મો બનાવવાની જરૂર છે. આ વિશે મધુર ભંડારકરે કહ્યું હતું કે ‘એ જાણીને ખૂબ દુઃખ થયું કે એક પણ ઇન્ડિયન ફિલ્મને અહીં સ્થાન નથી મળ્યું. તેમને સ્ટ્રૉન્ગ કન્ટેન્ટ જોઈતી હોય છે. હું ફેસ્ટિવલના ઑફિસરને મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે કાનમાં આવતા દર્શકો અલગ પ્રકારના છે. એથી જ તેમને બેસ્ટ પસંદ કરવી પડે છે. આપણને સત્યજિત રે અને રિત્વિક ઘટક જેવી સ્ટ્રૉન્ગ કન્ટેન્ટવાળી ફિલ્મો બનાવતા ફિલ્મમેકર્સની જરૂર છે જેમને કાનમાં દેખાડી શકાય. ફિલ્મમેકર્સ માટે એ ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો : રેમો ડિસોઝા સાથે જિમમાં પરસેવો વહાવી રહ્યો છે વરુણ ધવન

વર્તમાનમાં લોકો એવી કન્ટેન્ટ જોવા માગે છે જે રિયલ અને વાસ્તવિકતા સાથે જોડાયેલી હોય. મારા મતે આપણે છેલ્લાં છ-સાત વર્ષથી એનો અભાવ અનુભવી રહ્યા છીએ. એ ખૂબ જ દુઃખની વાત છે કે કાનમાં આ વખતે એક પણ ઇન્ડિયન ફિલ્મ નથી. જોકે આપણે કન્ટેન્ટની સાથે જ દેશમાં ચાલી રહેલા લોકલ ઇશ્યુઝ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.’

madhur bhandarkar bollywood news