મુંબઈ એકમાત્ર એવું શહેર છે જ્યાં દરેકનાં સપનાં પૂરાં થાય છે: નવાઝુદ્દીન

23 January, 2019 11:25 AM IST  | 

મુંબઈ એકમાત્ર એવું શહેર છે જ્યાં દરેકનાં સપનાં પૂરાં થાય છે: નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાંથી ઍક્ટર બનવા માટે મુંબઈ આવ્યો હતો અને આજે સફળ બની ગયો છે. ‘મહારાષ્ટ્ર ફૉર મહારાãષ્ટ્રયન’નો નારો લગાવનાર બાળ ઠાકરેની બાયોપિકમાં ઉત્તર પ્રદેશના ઍક્ટરે કામ કર્યું છે. સાદત હસન મન્ટોની બાયોપિક હોય કે પછી બાળ ઠાકરે, તેને દરેક પાત્ર માટે લોકોએ સ્વીકાર્યો છે. તેના સપના વિશે પૂછતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મુંબઈ એક એવું શહેર છે કે એમાં રહેતા મોટા ભાગના લોકો મુંબઈની બહારના છે. હું પણ અહીં એક બહારની જ વ્યક્તિ છું. આ શહેરમાં લાખો-કરોડો લોકોને તેમનાં સપનાં દેખાય છે. બહારના જે કોઈ અહીં આવ્યા છે તેમનાં સપનાં પૂરાં કરવા તેઓ કંઈ ને કંઈ બનીને જ રહ્યા છે. સુપરસ્ટાર, રાઇટર, ડિરેક્ટર કે પછી સિંગર દરેકનો સમાવેશ થાય છે. મને ખુશી છે કે આટલી સ્ટ્રગલ કર્યા બાદ મને એક ઍક્ટર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. મુંબઈ સપનાંઓનું શહેર છે. અહીં દરરોજ કોઈનું ને કોઈનું સપનું પૂÊરું થાય છે. આ દુનિયામાં મુંબઈ જેવું કોઈ શહેર નથી.’

આ પણ વાંચો : મુખ્ય પાત્રને બદલે સેકન્ડ રોલ ભજવવો ખરેખર દુ:ખની વાત છે : અભિષેક

કમ્ફર્ટ ઝોનમાં રહીને કામ કરવું પસંદ નથી નવાઝુદ્દીન સિદ્દીકીને

નવાઝુદ્દીન સિદ્દીકીને ચૅલેન્જિંગ ન હોય એવાં કામ કરવાનું પસંદ નથી. તેની ‘ઠાકરે’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેણે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેનું પાત્ર ભજવ્યું છે. આ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘મને ચૅલેન્જિંગ રોલ ખૂબ જ પસંદ છે. દરેક ફિલ્મ સાથે હું કંઈ નવું કરવા માગું છું. મારા કમ્ફર્ટ ઝોનમાં હોય એવાં પાત્ર કરવાં મને પસંદ નથી. માર એક એવા ઍક્ટર બનવું છે જે દરેક પાત્ર ભજવી શકતો હોય. હવે હું નવાં, એકદમ અલગ અને ચૅલેન્જિંગ પાત્રોને જ પસંદ કરું છું. તમારી પાસે એક જ જીવન છે એથી એક્સપરિમેન્ટ્સ કરતા રહેવા જોઈએ. એથી જ કમ્ફર્ટ ઝોનમાં રહીને હું કામ નથી કરતો અને દરેક ફિલ્મ સાથે પોતાની જાતને અલગ પાત્રમાં ઢાળવાની સતત કોશિશ કરું છું.’

nawazuddin siddiqui bollywood news