મેડ ઇન ચાઇનાનું શૂટિંગ પૂરું કર્યું મૌની રૉય અને રાજકુમાર રાવે

22 May, 2019 11:12 AM IST  |  મુંબઈ

મેડ ઇન ચાઇનાનું શૂટિંગ પૂરું કર્યું મૌની રૉય અને રાજકુમાર રાવે

મૌની રૉય અને રાજકુમાર રાવ

મૌની રૉય અને રાજકુમાર રાવે ‘મેડ ઇન ચાઇના’નું શૂટિંગ હાલમાં જ પૂરું કર્યું છે. આ ફિલ્મ એક ગુજરાતી બિઝનેસમમૅનની સ્ટ્રગલ પર આધારિત છે. રાજકુમાર રાવ ગુજરાતી બિઝનેસમૅન બન્યો છે. મૌની રૉય તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઇડ રાજુ’ના ડિરેક્ટર મિ‌ખ‌િલ મુસળેએ ડિરેક્ટ કરી છે.

આ પણ વાંચો : 25 વર્ષ જૂની યાદોને તાજી કરી સુષ્મિતા સેને

૩૦ ઑગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની રૅપ-અપ પાર્ટી રાખવામાં આવી હતી. એના ફોટો મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. ફોટોમાં ફિલ્મની પૂરી ટીમ છે. મૌની રૉય અને રાજકુમાર રાવનો કેક-કટિંગ કરતો ફોટો પણ છે. આ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મૌની રૉયે કૅપ્શન આપી હતી કે ખરેખર ‘મેડ ઇન ચાઇના’ની ટ્રિપ અવર્ણનીય હતી.

mouni roy rajkummar rao bollywood news