મેં કદી ધાર્યું નહોતું કે મને આટલા જલદી આકર્ષક પાત્રો મળશે : મૌની રૉય

03 February, 2019 10:10 AM IST  | 

મેં કદી ધાર્યું નહોતું કે મને આટલા જલદી આકર્ષક પાત્રો મળશે : મૌની રૉય

મૌની રૉય

બૉલીવુડમાં તેણે ‘ગોલ્ડ’ની સાથે પદાર્પણ કર્યું હતું. મૌનીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે જૉન એબ્રાહમ સાથે ‘રોમિયો અકબર વૉલ્ટર’ (RAW - રૉ)માં, રાજકુમાર રાવ સાથે ‘મેડ ઇન ચાઇના’માં અને અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ તમામ ફિલ્મોના પાત્ર વિશે તેણે મૌન રાખ્યું છે. જોકે કૅરેક્ટર્સની પ્રશંસા કરતાં મૌનીએ કહ્યું હતું કે ‘હું એટલું જરૂર કહીશ કે એ બધી ખૂબ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો છે. દરેક પાત્રો એકબીજાં કરતાં જુદાં છે. એથી આ ફિલ્મમાં કામ કરીને હું ખૂબ ખુશ છું. મેં ધાર્યું નહોતું કે મારા કરીઅરમાં મને આટલા જલદી આકર્ષક રોલ્સ મળશે. આશા રાખું છું કે હું વધુ કામ કરું. આ તો માત્ર ત્રણ જ ફિલ્મો છે. હું હજી ઘણું કામ કરવા માગું છું.

આ પણ વાંચો : નેહા ધુપિયા વજનને લઈને જરા પણ શરમ નથી અનુભવતી

હું એક ટીવી-કલાકાર તરીકે ખૂબ ગર્વ અનુભવું છું. એ વખતે પણ મેં કહ્યું હતું અને હવે ફરી એક વાર કહું છું કે મારી પાસે આજે જે કંઈ છે એ મને ટીવીને કારણે જ મળ્યું છે. ફિલ્મોમાં કામ કરવું એક્સાઇટિંગ છે, પરંતુ જો મને ટીવી અથવા તો વૅબ પર એક્સાઇટિંગ ઑફર મળે તો હું એ પણ જરૂર કરીશ. હું કોઈ એક પાત્રમાં એક વર્ષ કે ૧૦ મહિના જેવા લાંબા સમય સુધી બંધાઈ રહેવામાં નથી માનતી. એ ખૂબ સમય માગી લે છે. જો મને એવું કંઈ મળે જે ત્રણ કે ચાર મહિના માટે હોય તો એ મને ગમશે.’

mouni roy bollywood news