મોસ્ટ હૅન્ડસમ મૅનના ટાઇટલને સિદ્ધિ નથી માનતો હૃતિક

19 August, 2019 11:19 AM IST  |  મુંબઈ

મોસ્ટ હૅન્ડસમ મૅનના ટાઇટલને સિદ્ધિ નથી માનતો હૃતિક

હૃતિક રોશન

હૃતિક રોશન મુજબ મોસ્ટ હૅન્ડસમ મૅન ઇન ધ વર્લ્ડનું સ્થાન મળવું એ તેના માટે મોટી સિદ્ધિ નથી. હૃતિકને ‘ગ્રીક ગૉડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્પર્ધામાં ક્રિસ ઇવાન્સ, ડેવિડ બેકહૅમ, રૉબર્ટ પૅટિન્સન સામેલ હતા. તેના લુક્સ પાછળનું સીક્રેટ શું છે એ વિશે પૂછવામાં આવતાં મજાકિયા અંદાજમાં હૃતિકે કહ્યું હતું કે ‘બ્રૉકલી. જોકે હું મજાક કરી રહ્યો છું. આ ટાઇટલ માટે હું સૌનો આભારી છું. ખરું કહું તો આ કોઈ મોટી સિદ્ધિ નથી. મને લાગે છે કે જો દુનિયામાં કોઈ વસ્તુની ઇચ્છા હોય અને એનું ખાસ મહત્ત્વ હોય તો એ છે વ્યક્તિનું કૅરૅક્ટર. સારું કૅરૅક્ટર હંમેશાં વ્યક્તિને આકર્ષક બનાવે છે.’

આ પણ વાંચો : બીચ પર સ્વિમ સૂટમાં દેખાઈ અનુષ્કા શર્મા, વિરાટે કહ્યું...

સુપર 30ની સફળતા બાદ ઑક્સફર્ડ યુનિયનને સંબોધિત કરવાનું આમંત્રણ મળ્યું હૃતિક રોશનને

‘સુપર 30’ને મળેલી સફળતા બાદ હૃતિક રોશનને હવે ઑક્સફર્ડ યુનિયનમાં સંબોધન માટે આમંત્રણ મળ્યું છે. આ યુનિયન બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સોસાયટી છે. બૉલીવુડમાં હૃતિકના યોગદાન અને તેની સિદ્ધિઓને કારણે જ તેને આ પ્રતિષ્ઠિત યુનિયનમાં જવાનું આમંત્રણ મળ્યું છે. ૧૮૨૩માં સ્થાપિત ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં યુનિયન સૌથી મોટી સોસાયટી છે. થોડા સમય અગાઉ અનુપમ ખેરને પણ આ યુનિયનમાં સંબોધન કરવાની તક મળી હતી.

hrithik roshan bollywood news