વધુમાં વધુ મહિલાઓએ પોલીસ દળમાં સામેલ થવું જોઈએ : રાની

13 December, 2019 11:44 AM IST  |  Mumbai

વધુમાં વધુ મહિલાઓએ પોલીસ દળમાં સામેલ થવું જોઈએ : રાની

રાની મુખરજી

રાની મુખરજીએ ઇચ્છા વ્યક્ત કરી છે કે આપણા દેશમાં મહિલાઓએ વધારે સંખ્યામાં પોલીસ દળમાં જોડાવું જોઈએ. તેના મુજબ મહિલાઓ પોતાની ફરજ સચોટતાથી ભજવશે. રાની મુખરજી ‘મર્દાની 2’માં સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ શિવાની રૉયની ભૂમિકામાં જોવા મળવાની છે. ‘મર્દાની 2’ ૨૦૧૪માં આવેલી ‘મર્દાની’ની સીક્વલ છે. મહિલાઓને પોલીસમાં સામેલ થવાની વાત જણાવતાં રાની મુખરજીએ કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે આપણા દેશની યુવતીઓ અને મહિલાઓ ભારે સંખ્યામાં પોલીસ વિભાગમાં સામેલ થાય, કારણ કે આ દેશની નાગરિક હોવાથી પર્સનલી મારું માનવું છે કે મહિલા પોલીસ ઑફિસર સિવાય અન્ય કોઈ પણ આ કામ સારી રીતે ન કરી શકે.’

મહિલા ટ્રાફિક પોલીસને મળીને તેમની પ્રશંસા કરી રાની મુખરજીએ

રાની મુખરજીએ મુંબઈની મહિલા ટ્રાફિક પોલીસ સાથે મુલાકાત કરીને તેમના કામની પ્રશંસા કરી હતી. ‘મર્દાની 2’માં તે એક પોલીસની ભૂમિકામાં જોવા મળવાની છે. ટ્રાફિક પોલીસ આપણા પરિવારની રક્ષા કરે છે એ વિશે જણાવતાં રાની મુખરજીએ કહ્યું હતું કે ‘ટ્રાફિક પોલીસ ક્રાઇમ્સને ઘટાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે અને તેઓ પોતાની ફરજ નિષ્ઠાથી ભજવીને આપણા પરિવારની અને દીકરીઓની રક્ષા કરે છે. હું ઘણાબધા ટ્રાફિક પોલીસને અને એમાં પણ ખાસ કરીને મહિલા ટ્રાફિક પોલીસને મળી છું. સાથે જ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આપણા શહેરમાં અપરાધોને થતા અટકાવવા માટે તેઓ કેવા પ્રકારનાં પગલાં લે છે. ધોમધખતા તડકામાં અને મુશળધાર વરસતા વરસાદમાં થાક્યા વગર દરરોજ કામ કરતા ટ્રાફિક પોલીસના કામને એક સમાજ તરીકે આપણે બિરદાવવા જોઈએ.

આ પણ વાંચો : સત્તે પે સત્તાની રીમેકમાં કામ કરવાની ઇચ્છા છે ક્રિતી સૅનનની

તેમના કામને, તેમના જીવનને, તેમના પડકારોને અને તેમની બહાદુરીને એક ઓળખ આપવી જોઈએ. તેઓ આપણી જેમ જ સખત મહેનત કરે છે. તેમની સહજ બુદ્ધિને કારણે જ શંકાસ્પદ વસ્તુ તરફ તેમનું ધ્યાન જાય છે. તેમના ત્યાગ પર પ્રકાશ પાડવો જોઈએ. હું તેમની સ્ટોરીને દેશના લોકો સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કરી રહી છું.’

rani mukerji bollywood news entertaintment