Mission Mangal Box Office Collection:અક્ષયકુમારની ફિલ્મે કરી આટલી કમાણી

18 August, 2019 11:51 AM IST  |  મુંબઈ

Mission Mangal Box Office Collection:અક્ષયકુમારની ફિલ્મે કરી આટલી કમાણી

અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ રહી છે. ફિલ્મ જોરદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મ પહેલા 2 દિવસમાં જ 46.44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે શનિવારે પણ ફિલ્મે 23.58 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 71.02 કરોડ થઈ ગઈ છે. જે મિશન મંગલ માટે સારી કમાણી ગણી શકાય.

મિશન મંગલમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી, સોનાક્ષી સિંહા અને શર્મન જોશી લીડ રોલમાં છે. ફિલ્મમાં ભારત દ્વારા મંગળ પર મોકલાયેલા યાનની સ્ટોરી છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. ફિલ્મને ક્રિટીક્સ પણ પસંદ કરી રહ્યા છે. જેને કારણે ફિલ્મને વર્ડ ઓફ માઉથનો પણ લાભ મળી રહ્યો છે. કદાચ એટલે જ ફિલ્મ આટલી કમાણી કરી ચૂકી છે.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે રવિવાર સુધીમાં ફિલ્મ 85 કરોડથી વધુનો બિઝનેસ કરી શકે છે. આ ઉપરાંત ફિલ્મે બોક્સ ઓફિસ પર વધુ એક રેકોર્ટ બનાવ્યો છે. 15 ઓગસ્ટે રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મોમાં આ ફિલ્મે સૌથી મોટું ઓપનિંગ કર્યું છે.

આ પણ વાંચોઃ Lopamudra Raut: જાણો કોણ છે આ બિગ-બોસ 10ની હોટેસ્ટ અભિનેત્રી

આ ફિલ્મને જગન શક્તિએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સાથે બોક્સ ઓફિસ પર જૉન અબ્રાહમની બાટલા હાઉસ પણ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જો કે હજી સુધી કલેક્શન મામલે મિશન મંગલ આગળ ચાલી રહી છે. હવે જોવાનું એ છે કે પહેલા વીક એન્ડમાં ફિલ્મ કેટલી કમાણી કરે છે.

akshay kumar vidya balan taapsee pannu sharman joshi bollywood