Mission Mangal Box Office Collection:4 દિવસમાં આટલા કરોડની કમાણી

19 August, 2019 09:12 AM IST  |  મુંબઈ

Mission Mangal Box Office Collection:4 દિવસમાં આટલા કરોડની કમાણી

બોક્સ ઓફિસ પર હાલ બાટલા હાઉસ અને મિશન મંગલ વચ્ચે ટક્કર ચાલી રહી છે. 15 ઓગસ્ટે રિલીઝ થયેલી મલ્ટી સ્ટારર ફિલ્મ મિશન મંગલ બાટલા હાઉસને પછાડીને આગળ વધી રહી છે. પહેલા જ દિવસે 29.16 કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મ 2019માં સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મોના લિસ્ટમાં બીજા નંબરે પહોંચી છે. રવિવારે રજા હોવાને કારણએ ફિલ્મે પોતાનું કલેક્શન જાળવી રાખ્યું છે. રવિવારે ફિલ્મે 15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 85 કરોડથી વધુ થઈ ગયું છે.

મિશન મંગલે શુક્રવારે 17.28 કરોડ, શનિવારે 23.58 કરોડ રૂપિયાની કમાણી કરીને ત્રણ દિવસમાં 70.02 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ 100 કરોડની નજીક પહોંચી રહી છે. અને આ વીકના કલેક્શનમાં ફિલ્મ 100 કરોડને પાર કરે તેવી પૂરી શક્યતા છે.

મિશન મંગલ મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં અક્ષયકુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નૂ, કીર્તિ કુલહારી અને સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી ભારતે મંગલ ગ્રહ પર સફળતા પૂર્વક મોકલેલા મંગલ યાનની છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ દિવસે જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ પણ રિલીઝ થઈ હતી. હાલ બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મો વચ્ચે હરિફાઈ ચાલી રહી છે. બોલીવુડની સાથે હોલીવુડની ફિલ્મો પણ રિલીઝ થઈ છે. હોલીવુડની ફિલ્મ ધ લાયન કિંગને હજી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યારે મિશન મંગળની સારી કમાણીથી ક્યાસ લગાવાઈ રહ્યા છે કે ફિલ્મ ટૂંક સમયમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લેશે.

આ પણ વાંચોઃઆવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ કે તેની આસપાસ રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મોમાં મિશન મંગલનું ઓપનિંગ સૌથી મોટું છે. મિશન મંગલ સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધનના દિવસે રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 29.16 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તો રુસ્તમે 14.11 કરોડ રૂપિયા, ટોયલેટ એક પ્રેમ કથાએ 13.10 કરોડ રૂપિયા, ગોલ્ડે 25.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આંકડા દર્શાવે છે કે આ ફિલ્મ શાનદાર હિટ સાબિત થઈ છે.

akshay kumar vidya balan sharman joshi taapsee pannu entertaintment