મરજાવાંની ઍક્શન વિશે પૂછતાં મિલાપ ઝવેરીએ કહ્યું....

04 November, 2019 11:33 AM IST  |  મુંબઈ

મરજાવાંની ઍક્શન વિશે પૂછતાં મિલાપ ઝવેરીએ કહ્યું....

મિલાપ ઝવેરી

મિલાપ ઝવેરીનું કહેવું છે કે હિંસા દેખાડવામાં તેને કોઈ વાંધો નથી. સેક્સ કૉમેડી ‘મસ્તીઝાદે’ દ્વારા ડિરેક્ટર તરીકે શરૂઆત કરનાર મિલાપને ‘સત્યમેવ જયતે’ દ્વારા ઘણી પૉપ્યુલારિટી મળી હતી. એમાં તેણે ઘણી હિંસા દેખાડી હતી અને તેની આગામી ફિલ્મ પણ એમાંથી બાકાત નથી. ‘મરજાવાં’ એક રોમૅન્ટિક ફિલ્મ છે, પરંતુ એમાં ખૂબ જ હિંસા દેખાડવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તેના પ્રેમ માટે દરેક હદ વટાવવા તૈયાર હોય છે.

ફિલ્મમાં વધુ પડતી હિંસા દેખાડવા વિશે પૂછતાં મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘હું અંગત રીતે એવું નથી માનતો કે ફિલ્મમેકર્સે સોશ્યલ જવાબદારી લેવી જ જોઈએ. જો એ જ પ્રાયોરિટી હોય તો ક્વીન્ટીન ટેરેન્ટિનોએ કોઈ દિવસ ફિલ્મ જ ન બનાવી હોત. સ્ક્રિપ્ટની જરૂરિયાત હોય તો હિંસા દેખાડવામાં મને કોઈ વાંધો નથી. કોઈ પણ વ્યક્તિ ફિલ્મમાં જોય કે પછી રિયાલિટીમાં તેણે મારવું હોય તો એ કોઈનું પણ મર્ડર કરી શકે છે. પ્રેમ અને એકતા દેખાડવામાં આવે ત્યારે શું ખરેખર લોકો એનાથી પ્રેરિત થાય છે? હિંસાને ‘એડલ્ટ’ સર્ટીફિકેટ આપવામાં આવે એમાં મને કોઈ વાંધો નથી.

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

એ હકિકત છે કે નાની ઉંમરમાં બાળકોએ આવી ફિલ્મો ન જોવી જોઈએ. જોકે આજે બાળકો ‘ટોમ એન્ડ જેરી’ જુએ છે. આ શોમાં જેરી સતત ટોમને મારતો જોવા મળે છે, પરંતુ એમ છતાં મમ્મી-પપ્પા તેમના બાળકોને ખુશીખુશી શો દેખાડે છે. આ શો પણ તેમને ન દેખાડવો જોઈએ કારણ કે એનાથી જ બાળકોને હિંસા માટે પ્રેરણા મળે છે.’

milap zaveri bollywood news