મિસ વર્લ્ડ બની હતી એ જ દિવસે પૃથ્વીરાજ માટે પહેલો શૉટ આપ્યો માનુષીએ

19 November, 2019 12:31 PM IST  |  Mumbai

મિસ વર્લ્ડ બની હતી એ જ દિવસે પૃથ્વીરાજ માટે પહેલો શૉટ આપ્યો માનુષીએ

માનુષી છિલ્લર

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે તેની પહેલી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નો પહેલો શૉટ ગઈ કાલે આપ્યો હતો. જોકે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બે વર્ષ પહેલાં ગઈ કાલે જ તે મિસ વર્લ્ડ બની હતી. આ વિશે વધુ જણાવતાં માનુષીએ કહ્યું હતું કે ‘મારા માટે આ ખૂબ જ સુંદર સંયોગ છે કે બે વર્ષ પહેલાં હું જે દિવસે મિસ વર્લ્ડ બની હતી એ જ દિવસે મેં મારી પહેલી ફિલ્મનો પહેલો શૉટ આપ્યો છે. ૧૮ નવેમ્બર મારા જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. મને ખુશી છે કે મારી લાઇફની બે સૌથી મોટી સિદ્ધિ એક જ દિવસે થઈ છે. મને ખબર છે કે ઍક્ટર તરીકે પોતાની જાતને સાબીત કરવા માટે મારે ઘણી મહેનત કરવાની છે અને એ માટે હું તૈયાર છું.’

bollywood news entertaintment