સંજય દત્તની ફિલ્મ 'પ્રસ્થાનમ'નું મોશન પોસ્ટર રિલીઝ, ધમાકેદાર છે પોસ્ટર

03 July, 2019 06:00 PM IST  | 

સંજય દત્તની ફિલ્મ 'પ્રસ્થાનમ'નું મોશન પોસ્ટર રિલીઝ, ધમાકેદાર છે પોસ્ટર

ફિલ્મ 'પ્રસ્થાનમ'નું મોશન પોસ્ટર રિલીઝ

સંજય દત્તની આગામી ફિલ્મ 'પ્રસ્થાનમ'નું પોસ્ટર રિલીઝ જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મ 'પ્રસ્થાનમ' સાથે સંજય દત્ત ફિલ્મ પ્રોડક્શનમાં હાથ અજમાવી રહ્યા છે. 'પ્રસ્થાનમ' ફિલ્મ તેલુગુ ફિલ્મ 'પ્રસ્થાનમ'ની રિમેક છે જેને દેવા કટ્ટા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની તેલુગુ વર્ઝનને દેવા કટ્ટાએ જ ડિરેક્ટ કરી હતી. 'પ્રસ્થાનમ' એક તાકાતવર પોલિટિકલ લીડર અને તેના પોતાના પારિવારિક સંબંધોની સ્ટોરી છે. સંજય દત્તની ફિલ્મ 'પ્રસ્થાનમ'ના મોશન પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી.

ફિલ્મ 'પ્રસ્થાનમ'નું મોશન પોસ્ટર ઈફેક્ટિવ છે. મોશન પોસ્ટરમાં બંદૂકના નાળચા પર એક સિંહાસન દેખાડવામાં આવ્યું છે. જે રાજકારણે અને તાકાતનુ પરફેક્ટ કોમ્બિનેશન છે. સંજયે મોશન પોસ્ટર રિલીઝ કરતા લખ્યું હતું કે, તાકાત, લાલચ, પ્રેમ, અને માનવીય ભ્રમો પર આધારિત એક વિરાસત. ફિલ્મ 'પ્રસ્થાનમ' 20 સપ્ટેમ્બર 2019ના રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો: PM મોદીને શુભેચ્છા આપવા અમરેલીથી સાઈકલ લઈ દિલ્હી પહોંચ્યાં આ વ્યક્તિ

'પ્રસ્થાનમ'માં સંજય દત્ત સાથે મનીષા કોઈરાલા, જૈકી શ્રોફ, ચંકી પાન્ડેય, અમાયરા દસ્તૂર અને અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ડિરેક્ટર દેવા કટ્ટા પ્રમાણે હિન્દી અને તેલુગુ 'પ્રસ્થાનમ'માં વધારે ફરક નથી. ફિલ્મનો સ્ક્રિનપ્લે દેવા કટ્ટાએ લખ્યો છે. જ્યારે ડાયલોગ ફરહાદે લખ્યા છે. ખબરો અનુસાર સંજય દત્ત છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે કારણ કે, ફિલ્મની સ્ટોરી તેમને ઘણી પસંદ આવી હતી

bollywood sanjay dutt gujarati mid-day