PMના ભાષણમાંથી પ્રેરણા લઈ લતા મંગેશકરે ગીત ભારતીય સૈનિકોને સમર્પિત

31 March, 2019 11:49 AM IST  | 

PMના ભાષણમાંથી પ્રેરણા લઈ લતા મંગેશકરે ગીત ભારતીય સૈનિકોને સમર્પિત

લતા મંગેશકર (ફાઈલ ફોટો)

લતા મંગેશકરે ગઈ કાલે ભારતીય સૈનિકોને એક ગીત દ્વારા ટીબ્યુટ આપ્યું હતું. આ ગીત પાછળની પ્રેરણા તેમને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની એક સ્પીચ પરથી મળી છે. આ ગીતનું નામ ‘સૌગંદ મુજે ઇસ મિટ્ટી કી’ છે. આ વિડિયો તેમણે ગઈ કાલે ટ્વિટર પર શૅર કર્યો હતો. આ વિડિયોની શરૂઆતમાં લતા મંગેશકરે કહ્યું છે કે ‘નમસ્કાર, થોડા દિવસ પહેલાં હું ભારતના વડા પ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું ભાષણ સાંભળી રહી હતી. આ ભાષણમાં તેમણે એક કવિતાની કેટલીક પંક્તિઓ કહી હતી જે મને દરેક ભારતીયની કહાની હોય એવું લાગ્યું હતું. તેમની આ પંક્તિ મારા દિલને સ્પર્શી ગઈ હતી અને મેં એને મારા અવાજમાં રેકૉર્ડ કરી છે. આ ગીત હું આપણા સૈનિકોને સમર્પિત કરું છું.’

આ પણ વાંચોઃ ખડખડાટ હસાવતા 'ખજૂર' છે આટલા સ્ટાઈલિશ, જુઓ ફોટોઝ

લતા મંગેશકરે કરેલી આ ટ્વીટનો જવાબ આપતાં નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે તમારા દિલમાંથી ગીતા રૂપમાં નીકળેલા સ્નેહ અને આર્શીવાદ મારા માટે પ્રેરણારૂપ છે.

lata mangeshkar narendra modi bollywood