કોઈની નકલ કરવી એ કળા નથી : લતા મંગેશકર

02 March, 2020 06:29 PM IST  |  મુંબઈ

કોઈની નકલ કરવી એ કળા નથી : લતા મંગેશકર

લતા મંગેશકર

લતા મંગેશકરનું માનવું છે કે કોઈની કૉપી કરવામાં આવે એને કળા ન કહેવાય. રાનુ મંડલ હાલમાં જ લતા મંગેશકરનું ગીત ‘ઇક પ્યાર કા નગ્મા હૈ’ ગાઇને ફૅમસ થઈ છે. તેની સાથે હિમેશ રેશમિયાએ ગીતનું રેકૉર્ડિંગ પણ કર્યું છે. રાનુ વિશે પૂછવામાં આવતાં લતા મંગેશકરે કહ્યું હતું કે ‘જો મારા નામ અને કામથી કોઈનું ભલુ થતું હોય તો હું પોતાને નસીબદાર માનું છું. જોકે મારું એમ પણ માનવું છે કે કોઈની નકલ કરવામાં આવે તો એ વિશ્વાસને પાત્ર નથી હોતી અને એ સફળતા લાંબો સમય સુધી પણ નથી ટકતી. મારા કે પછી કિશોર દા, મોહમ્મદ રફી સા’બ, મુકેશ ભૈયા અથવા તો આશા ભોસલેનાં ગીતો ગાવાથી ઉભરતા ગાયકો માત્ર થોડા સમય સુધી જ લોકોનું ધ્યાન ખેંચી શકે છે. જોકે એ વધુ સમય સુધી નથી રહેતું.’

આ પણ વાંચો : રામ ચંદ કિશન ચંદમાં જોવા મળશે જૅકી શ્રોફ અને અનિલ કપૂર : સુભાષ ઘઈ

રિયલિટી શોમાં આવતા ગાયકો વિશે પોતાની ચિંતા વ્યક્ત કરતાં લતા મંગેશકરે કહ્યું હતું કે ‘કેટલાક બાળકો છે જે મારા ગીતો ખૂબ જ સરસ રીતે ગાય છે. જોકે એમાંથી સફળતા મળ્યા બાદ કેટલાને લોકો યાદ રાખે છે? હું માત્ર સુનિધી ચૌહાણ અને શ્રેયા ઘોષાલને ઓળખું છું. ઑરિજિનલ બનો. મારા અને અન્ય ગાયકોનાં એવરગ્રીન સૉન્ગસ ગાઓ પરંતુ એક સમય બાદ તમારા પોતાનાં ગીતો બનાવીને ગાવા જોઈએ. જો આશા ભોસલેએ પોતાની અલગ સ્ટાઇલ ન બનાવી હોત તો તે હંમેશાં માટે મારી જ જેમ ગાતી હોત. તે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ વાતનું કે કઈ રીતે વ્યક્તિ પોતાનાં ટૅલન્ટને શોધીને સફળતા મેળવી શકે છે.’

lata mangeshkar bollywood news