રામ ચંદ કિશન ચંદમાં જોવા મળશે જૅકી શ્રોફ અને અનિલ કપૂર : સુભાષ ઘઈ

Published: Sep 04, 2019, 15:40 IST | મુંબઈ

સુભાષ ઘઈએ જણાવ્યું છે કે તેમની આગામી ફિલ્મ ‘રામ ચંદ કિશન ચંદ’માં જૅકી શ્રોફ અને અનિલ કપૂરની જોડી ફરી જોવા મળશે.

સુભાષ ઘઈ
સુભાષ ઘઈ

સુભાષ ઘઈએ જણાવ્યું છે કે તેમની આગામી ફિલ્મ ‘રામ ચંદ કિશન ચંદ’માં જૅકી શ્રોફ અને અનિલ કપૂરની જોડી ફરી જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી ક્રાઇમ-કૉમેડી પર આધારિત છે, જેમાં એક મૅસેજ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરનાર સુભાષ ઘઈ આ ફિલ્મનાં ડિરેક્શનની જવાબદારી યંગ ડિરેક્ટરનાં હાથમાં સોંપવા માગે છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થાય એવી શક્યતા છે.

jackie-shroff

આ ફિલ્મ ‘રામ લખન’ની સીક્વલ નથી એવુ જણાવતાં સુભાષ ઘઈએ કહ્યું હતું કે ‘આ કોઇ સીક્વલ નથી. ‘રામ ચંદ કિશન ચંદ’ની સ્ટોરી જૅકી શ્રોફ અને અનિલ કપૂરને સંભળાવવામાં આવી હતી. તેમને સ્ટોરી, પ્લોટ અને કૅરૅક્ટર્સ ખૂબ જ પસંદ પડ્યા હતાં. અમે હવે ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી કરીને અમારુ બેસ્ટ આપવાની કોશિશ કરીશું. તેમની કેમિસ્ટ્રી અદ્ભુત છે. એક
ક્રાઇમ-કૉમેડી સ્ટોરી છે, જેમાં મૅસેજ પણ આવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરી પચાસની ઉંમરનાં સારા અને ખરાબ પોલીસની છે. આ બન્ને અલગ-અલગ રાજ્યનાં છે. હું એક ક્રિએટીવ પ્રોડ્યુસર છું. ફિલ્મ મુક્તા આર્ટ્સનાં બેનર હેઠળ બનવાની છે. આ બ્લૉક બસ્ટરમાં આ બન્નેને એક સાથે જોવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.’

anil-kapoor

વો સાત દિનએ મારી લાઇફ બદલી નાખી હતી : અનિલ કપૂર

અનિલ કપૂરનું કહેવું છે કે ‘વો સાત દિન’એ તેની લાઇફ બદલી નાખી હતી. ૧૯૮૩માં આવેલી આ ફિલ્મમાં અનિલ કપૂરની સાથે પદ્‍મિની કોલ્હાપૂરે અને નસીરુદ્દીન શાહ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મને યાદ કરતાં ટ્‍‍વિટર પર અનિલ કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘૧૯૭૭થી માંડીને ૧૯૮૩ સુધી મેં ખૂબ મહેનત કરી હતી. એવા ચાન્સને શોધી રહ્યો હતો કે જે બધુ જ બદલી નાખે.

આ પણ વાંચો : દેખાડો એ મારા પ્રોફેશનનો નાનકડો ભાગ છે : શ્રધ્ધા

જોકે ‘વો સાત દિન’એ મને એ તક આપી હતી. મારા માટે એ ફિલ્મ લાઇફને બદલનારી સાબિત થઈ હતી. ત્યાર બાદથી મારા સપનાઓ સાકાર થવા લાગ્યા. હું ખૂબ નસીબદાર છું કે આજ દિન સુધી મારી ઈચ્છા પ્રમાણેનું હું કામ કરી રહ્યો છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK