વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બદલી નાખી છે દેશની છબી : લતા મંગેશકર

30 September, 2019 02:56 PM IST  |  મુંબઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બદલી નાખી છે દેશની છબી : લતા મંગેશકર

લતા મંગેશકર

લતા મંગેશકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમના આવવાથી દેશની છબી બદલાઈ ગઈ છે. ૨૮ સપ્ટેમ્બરે લતા મંગેશકરનો બર્થ-ડે હતો. એથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા જતાં પહેલાં તેમને ફોન કરીને શુભેચ્છા આપી હતી. ફોન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘પ્રણામ, તમારા બર્થ-ડે વખતે હું અમેરિકા જઈ રહ્યો છું. એથી મેં વિચાર્યું કે જતાં પહેલાં હું તમને શુભકામના આપું. તમારા સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું. સાથે જ તમારા આશીર્વાદ પણ સતત અમારા પર રહે એવી કામના કરું છું.’

આ પણ વાંચો : 'Mardaani 2' નું ટીઝર રિલીઝ, રાની મુખર્જી પાવરફુલ એક્શનમાં જોવા મળી

તેમની શુભકામના પર લતા મંગેશકરે કહ્યું હતું કે ‘લોકો ઉંમરની સાથે મોટા થાય છે. જોકે જેમણે પોતાનાં કામથી પોતાનું સ્થાન ઊંચું કર્યું છે તેમના આશીર્વાદ મેળવવા એ સારી બાબત છે. તમારા આવવાથી દેશની છબી બદલાઈ ગઈ છે.’

lata mangeshkar mann ki baat narendra modi bollywood news