Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'Mardaani 2' નું ટીઝર રિલીઝ, રાની મુખર્જી પાવરફુલ એક્શનમાં જોવા મળી

'Mardaani 2' નું ટીઝર રિલીઝ, રાની મુખર્જી પાવરફુલ એક્શનમાં જોવા મળી

30 September, 2019 01:18 PM IST | મુંબઈ ડેસ્ક

'Mardaani 2' નું ટીઝર રિલીઝ, રાની મુખર્જી પાવરફુલ એક્શનમાં જોવા મળી

મર્દાની 2

મર્દાની 2


અભિનેત્રી રાની મુખર્જી ફરી એકવાર મોટા પડદા પર જબરજસ્ત એક્શન કરતી જોવા મળશે. આજે તેની ફિલ્મ 'મર્દાની 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 38 સેકેન્ડ્સના આ ટીઝરમાં ફિલ્મની એક ઝલક જોવા મળી છે. જેમાં રાની મુખર્જી જબરજસ્ત એક્શન કરતી જોવા મળે છે. આમાં તેનો એક પાવરફુલ ડાયલોગ પણ છે.

આ ટીઝરમાં રાની મુખર્જી એક પોલીસ ઑફિસરના પાત્રમાં છે. ટીઝરમાં જોવા મળે છે કે તે પોતાની ટીમ સાથે ક્યાંક રેડ પર પહોંચે છે. તેના પછીના એક સીનમાં તે કોઇકને મારતી હોય તેવું જોવા મળે છે અને તે કહે છે કે "અબ તૂ કિસી લડકી કો હાથ લગા કે તો દિખા. અબ તુઝે ઇતના મારુંગી કિ તેરી ત્વચા સે તેરી ઉમ્ર કા પતા નહીં ચલેગા."



આજે જે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે તે તારીખની જાહેરાત કરવા માટેનું છે. મેકર્સે જણાવ્યું કે આ ફિલ્મ 13 ડિસેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.


આ સિવાય 'મર્દાની 2'નું ટીઝર આ શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ 'વૉર' સાથે અટેચ્ડ થશે. એટલે કે 'વૉર' ફિલ્મ જોવા સિનેમોઘરોમાં પહોંચેલા દર્શકોને ફિલ્મની સાથે સાથે 'મર્દાની 2'નું ટીઝર પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ માર્ચમાં શરૂ થયું હતું.

આ ફિલ્મ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'મર્દાની'ની સીક્વલ છે. 'મર્દાની'માં રાની મુખર્જીએ શિવાની રૉય નામની પોલીસ ઑફિસરનું પાત્ર ભજવ્યું હતું, જે નાબાલિક છોકરીઓની તસ્કરીના રેકેટનો પર્દાફાર્શ કરે છે.


'મર્દાની'ના પહેલા ભાગને પ્રદીપ સરકારે નિર્દેશિત કર્યું હતું. 'મર્દાની 2'ના નિર્દેશનમાં ડેબ્યૂ કરતાં નિર્દેશક ગોપી પુથરણે કર્યું છે.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

રાની મુખર્જી છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ 'હિચકી'માં જોવા મળી હતી. હવે તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 01:18 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK