લતા મંગેશકરે કરી ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી

02 October, 2019 11:14 AM IST  |  મુંબઈ

લતા મંગેશકરે કરી ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી

લતા મંગેશકરે બહેન મીના ખાદીકરે લખેલી બુકને શૅર કરી

લતા મંગેશકરે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ શરૂ કરીને તેમની બહેન મીના ખાદીકરે લખેલી બુકને શૅર કરી હતી. તેમણે ૨૮ સપ્ટેમ્બરે પોતાનો બર્થ-ડે મનાવ્યો હતો. હાથમાં એક આલ્બમ છે એવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લતા મંગેશકરે કૅપ્શન આપી હતી કે ‘નમસ્કાર. આજે પહેલી વાર હું તમારી સાથે ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ રહી છું.’

આ પણ વાંચો : Dabangg 3 Teaser: હવે સલમાન ખાન નહીં પણ ચુલબુલ પાંડે કરશે પ્રમોશન

ત્યાર બાદ પોતાની બે બહેનો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લતા મંગેશકરે કૅપ્શન આપી હતી કે ‘નમસ્કાર. ગઈ કાલે મારી નાની બહેન મીના ખાદીકરે તેનાં દ્વારા મારા પર લખેલું હિન્દી પુસ્તક ‘દીદી ઔર મૈં’ની પહેલી કૉપી મને ભેંટ આપી હતી.’

lata mangeshkar bollywood news